gajeravidyabhavanguj
ગુરુચરણે સમર્પિત થવાનો ઉત્સવ એટલે ગુરુપૂર્ણિમા
Updated: Aug 11, 2021

ગુરુ એટલે અંધકારથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જનારી શક્તિને અમારા કોટી કોટી પ્રણામ.
ભારત વર્ષની પોતાની એક આગવી ઓળખ રહી છે જેને કારણે પ્રાચીન કાળથી લઈને આજ સુધી ભારત વિશ્વના આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે આધ્યાત્મિક જ્ઞાનના વિસ્તાર રહેતું ગુરુ-શિષ્ય પરંપરા પણ ભારતની એક વિશેષતા છે આધ્યાત્મિક જ્ઞાનની જ્યોત પ્રગટાવીએ રાખવામાં ગુરુ-શિષ્ય પરંપરા મુખ્ય આધાર છે ભારતની ગુરુ પરંપરા વિશ્વ સમક્ષ એક શિક્ષક સમાન છે.
ગુરૂ ગોવિંદ દોઉ એક હૈ, દોનોં મેં ના કોઈ ભેદ
ગુરુ સ્વરૂપ ગોવિંદ જાનો, ગોવિંદ ગુરુ હી ગોવિંદ રૂપ.

જગતમાં જનની જનક અને ગુરુનું ઋણ કદી ચૂકવી શકાતું નથી પૌરાણિક ઇતિહાસ મુજબ સૌ પ્રથમ ભગવાન વેદવ્યાસનું પૂજનની નૈમિસ્યારણમાં વસતા સૌનક ઋષિએ કહ્યું હતું. સૌનક ઋષિએ વેદવ્યાસજીને ગુરુમાની પૂજન કર્યું તે દિવસ અષાઢી પૂનમનો હતો તેથી આ દિવસને ગુરુપૂર્ણિમાનું નામ મળ્યું તેથી આ મહાપર્વ આજદિન સુધી ઉજવાય છે.
પ્રાચીનકાળમાં કોઈ શાળા કે કોલેજ ન હતા તે સમયે વિદ્યાર્થી (છાત્રો) ઋષિઓના આશ્રમમાં રહીને વિદ્યા ગ્રહણ કરતા હતા ભગવાન શ્રીરામ અને શ્રીકૃષ્ણએ શિક્ષા મેળવવા માટે બાળપણમાં પોતાનું ઘર છોડી ગુરુકુળમાં રહીને શિક્ષા મેળવી અને પોતાના જીવનને સાર્થક બનાવ્યુ. વિદ્યા જેવું અમૂલ્ય દાન મેળવવા માટે આપણે હંમેશા એક
સારા ગુરુની શોધ કરતા આવ્યા છે. કારણ કે એક શિક્ષક જ આપણા ભવિષ્યનુ નિર્માણ કરી શકે છે. તે પ્રેરણાના ફુવારાથી બાળક રૂપી મનને સીંચીને તેના પાયાને મજબૂત કરે છે અને તેના સર્વાંગી વિકાસ માટે તેનું માર્ગદર્શન કરે છે પુસ્તકીય જ્ઞાનની સાથે નૈતિક મૂલ્યો અને સંસ્કારરૂપી શિક્ષાના માધ્યમથી એક ગુરુ જ શિષ્યનના સારા ચારિત્ર્યનું ઘડતર કરી શકે છે.
ગુરુનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વ છે આપણા જીવનમાંથી ક્ષતિઓને દૂર કરી ક્ષિરસાગર માં પાર ઉતારે તેનું નામ ગુરુ. બાળકના જીવનમાં પ્રથમ ગુરુ તેના માતા પિતા છે જીવનમાં વિવિધ સંસ્કાર આપી સાચા-ખોટાનો ભેદ સમજાવે છે. અને બીજા ગુરુએ શિક્ષક છે જે બાળકના જીવનની અજ્ઞાનતા દૂર કરીને નાનો દીપક પ્રગટાવે છે તેના શિક્ષણની કેડી પર દીવાદાંડી બની રાહ ચિંધવાનું કામ કરે છે.
ગુરુપૂર્ણિમા નિમિત્તે બાળકોને સ્વસ્તિક એટલે કે સાથીઓ દોરતા શીખવાડી તેનું પૂજન કરાવ્યુ હતું તેમજ પાનમાંથી છાપકામ કરાવી કાર્ડ બનાવતા શિખવ્યુ હતું.
ગુરુપૂર્ણિમાના આ પાવનપર્વની ઉજવણી આજરોજ અમારા બાલભવનમાં કરાવવામાં આવી હતી જેમાં
બાળકોને ગુરુનું આપણા જીવનમાં શું મહત્વ છે એની સમજણ આપી ત્યારબાદ ગુરુ-શિષ્ય પરંપરાથી લઈને આધુનિક શિક્ષણ પ્રણાલીની ઝાંખી બાળકોને બતાવી અને ગુરુનો મહિમા સમજાવતી એક નાટ્યકૃતિ દ્વારા બતાવવામાં આવી. તેમજ બાળકોમાં ભારતીય સંસ્કૃતિ માટેની ભાવના જાગૃત થાય એ માટે સંસ્કૃત શ્લોક સ્પર્ધાનું આયોજન

કરવામાં આવ્યું હતું. જેમાં ઘણાં બાળકોએ ભાગ લઈને પરંપરાગત રીતે શ્લોક પઠન કર્યા હતા.
બાળકોએ પણ પોતાના ગુરુનું ઋણ કાલી-ઘેલી ભાષામાં એક કૃતિ દ્વારા રજૂ કર્યુ અને ભરતનાટ્યમ ધ્વારા ગુરુવંદના કરી.