gajeravidyabhavanguj
ગાંધી જયંતિ
“દે દી હમેં આઝાદી, બિના ખડક બિના ઢાલ,
સાબરમતી કે સંત તુ ને કરદીયા કમાલ”

ભારતનો ભૂતકાળ અતિભવ્ય છે. ભારત પ્રાચીન સંસ્કૃતિનો અને અવતારી પુરુષોનો એક સમુદ્ર દેશ હતો. લગભગ બે સદીઓ સુધી બ્રિટિશરોએ આપણા ઉપર રાજ કર્યું. બ્રિટીશ અધિકારીઓએ આપણી સાથે ગુલામોની જેમ વર્તન કર્યું. આઝાદીની આ લડાઈમાં આપણા અસંખ્ય દેશ બાંધવોએ તન-મન અને ધનનું બલીદાન આપીને માભોમની સેવા કરી અને અંતે અંગ્રેજો સામે દેશની આઝાદી માટે મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં સત્ય અને અહિંસાની લડત ચલાવી આંદલનો કર્યા અને આખરે દેશને આઝાદ કરવાનું સ્વ્પ ફળ્યું.

2 ઓક્ટોબર,૧૮૬૯ ના રોજ પોરબંદરમાં જન્મેલા મહાત્મા ગાંધી ભારતમાતાના પનોતા પુત્ર હતા. તેઓ સત્ય, અહિંસા અને સદાચાર જેવા સદગુણોના તે પ્રખર હિમાયતી હતા. તેમણે પ્રત્યેક ભારતવાસીના દિલમાં દેશપ્રેમની જ્યોત જલાવી આખા દેશને જાગૃત કર્યા અને પ્રજાના સહકાર વડે અંગ્રેજોની ગુલામી માંથી દેશને મુક્તિ અપાવી.

ગાંધીજીનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું. તેમના પિતા કરમચંદ ગાંધી પોરબંદર રાજ્યના દીવાન હતા અને માતા પુતળીબાઈ ધાર્મિક સ્વભાવના સન્નારી હતા.મોહનદાસ બાળપણમાં એક સમાન્ય બાળક હતા. પોરબંદરમાં જ માધ્યમિક શિક્ષણ પૂરું કરી તેઓ ઉચ્ચ અભ્યાસ કરવા માટે વિલાયત ગયા ત્યાં તેમણે કાયદાઓનું શિક્ષણ મેળવ્યું એ સમયે આફ્રિકામાં કર-ગોરાના ભેદભાવ સામે તેમણે સત્યાગ્રહ કર્યો.
“સત્યનું કાવ્ય છો બાપુ, કાવ્ય સત્ય છો તમે!,
ઝંખતી કાવ્યને સત્યને, સૃષ્ટિ આ આપને નમે!

આફ્રિકાથી ગાંધીજી ભરત પાછા ફર્યા સ્વરાજ્ય માટે તેમણે અંગ્રેજો સામે અહિંસક લડત શરુ કરી. અમદાવાદમાં કોચરબની પાસે તેમણે સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી. દેશને આઝાદ કરાવવા માટે તેમણે સત્ય અને અહિંસા માર્ગે દેશવ્યાપી આંદોલનો કર્યા.
મીઠા પર અંગ્રેજોએ કર નાખ્યો આ કાયદાનો ભંગ કરવા સાબરમતીના આશ્રમથી દાંડીકુચ યોજી અને તેમણે પ્રતિજ્ઞા લીધી કે “સ્વરાજ લીધા વિના પાછો નહિ ફરું” આપણા દેશની ગરીબાઈ જોઈ તેઓ માત્ર શરીર પર એક જ વસ્ત્ર ધારણ કરતાં, સ્વાવલંબનને ઉતેજન આપવા તથા સ્વદેશી માલના વપરાશ માટે તેમણે ખાદી અપનાવી.

ગાંધીજીએ હિન્દુ-મુસ્લિમની એકતા માટે અસ્પૃશ્ય નિવારણ માટે તથા હરિજનોની સ્થિતિ માટે ઘણાં પ્રયત્નો કર્યા. આમ, દેશ માટે તેમણે મહાન કર્યો કર્યા. તેઓ ‘રાષ્ટ્રપિતા’ કહેવાયા. ગાંધીજીએ અહિંસા, પ્રેમ અને સાદાઈ જેવા ગુણોને જીવનમાં ઉતાર્યા હતા અને આ ગુણો જ તેમનો જીવન સંદેશ

હતો.ઈ.સ.૧૯૪૮ ને જાન્યુઆરી માસની ૩૦ તારીખે ગાંધીજી સાંજની પ્રાર્થના માટે જઈ રહ્યાં હતા. ત્યારે નાથુરામ ગોડસે નામના હત્યારાએ તેમને ગોળીઓથી વીંધી નાખ્યા. તેઓ ‘હે રામ’ ના ઉચ્ચાર સાથે જમીન પર ઢળી પડ્યા.
“હતી નહિ કોઈ દિવ્ય શક્તિ, બસ હતી એક શુદ્ધ આત્મા,
જીવન વિતાવ્યું એણે માત્ર સાદાઈથી ને બની ગયા એ મહાત્મા”
ગાંધી બાપુની સમાધિ દિલ્હીમાં છે તે ‘રાજઘાટ’ ના નામે ઓળખાય છે. અમારા બાલભવનમાં પણ ગાંધીજયંતિની ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં શિક્ષકોએ ઓનલાઈન વર્ગમાં બાળકોને ગાંધીજીના જીવન ચારિત્ર્યની ઝાંખી કરાવી. બાળકોએ પણ ગાંધીજી વિશે પોતાના સુંદર વ્યક્તવ્ય રજુ કર્યા અને એકટીવીટી દ્વારા ગાંધીજીના પ્રિય એવો ‘રેતીયો’ (ચરખો) બનાવતા શીખવ્યા. સહસ્ત્રાબ્દીની શ્રેષ્ઠ વ્યક્તિ તરીકે જેમની પસંદગી થઈ છે તેવા રાષ્ટ્રપિતા ગાંધીજીને કોટી કોટી વંદન.