gajeravidyabhavanguj
ગીતા જયંતી

કર્મ કર્યા વિના કંઈ મળતું નથી.
મફતનું લેવાની ઈચ્છા કરીશ નહિ
કરેલું કર્મ કદી પણ ફોકટ જતું નથી.
જીવનમાં કદી પણ નિરાશ થવું નહિ.
કામ કરતા વિશ્વાસ ગુમાવવો નહિ.
ગીતા એ ભગવાન શ્રી કૃષ્ણના મુખ કમળમાંથી ટપકેલું ગંગોદક છે. ગીતાના અમૃત જળનું પાન કરનાર મનુષ્ય જન્મ મરણ ના બંધનો માતજી મુક્ત થાય છે.
ભગવાન શ્રી વિષ્ણુએ પૃથ્વીને કહ્યું હતું કે મનુષ્ય પ્રારબ્ધકર્મ ભોગવતો હોવા છતાં જો હંમેશા ગીતાનો પાઠ કરતો હશે તો તેનાં બધાં પાપોનો નાશ થશે.જ્યાં ગીતાનો પાઠ થાય છે.અથવા તો ગીતાજી નું પૂજન થાય છે, ત્યાં દેવો, રૂઢિઓ અને પ્રભુનો વાસ થાય છે.
જે મનુષ્ય ગીતા,ગંગા, ગાયત્રી,સીતા, સત્ય, સરસ્વતી, બ્રહ્મવિદ્યા, બ્રહ્મ્વલ્લી, ત્રીસંધ્યા ,મુક્ત મોહિની, અર્ધમાત્રા, ચિદાનંદા, ભવદની, ભયનાશિની, વેદત્રયી, પર, અનંતા અને જ્ઞાનમંજરી એવા જીત ના અઢાર નામોનો જપ કરે છે. તે જ્ઞાન ને પ્રાપ્ત કરી મોક્ષ પદ ને પામે છે.

જે મનુષ્ય ગીતાનો પાઠ સાંભળતા સાંભળતા શરીરનો ત્યા કરે છે, તે મનુષ્યના ઈન્દ્રલોક માં વાસ થાય છે. જે મનુષ્ય ગીતાના અર્થનું શ્રવણ કરે અથવા તેનું ધ્યાન ધરે તે મનુષ્ય જીવન મુક્ત થાય છે અને પછી પરમપદને પામે છે.
ગીતા જ પ્રભુ શ્રીકૃષ્ણની ઉત્તમ વિદ્યા છે, બ્રહ્મરૂપ પરમ વિદ્યા છે, અવિનાશી છે અવિકારી છે. ગીતા ત્રણેય વેદ સમાન પરમ આનંદરૂપ તથા તત્વના અર્થજ્ઞાનથી ભરેલી છે. મહાપાપી મનુષ્ય પણ જો ગીતાનો અર્થ સાંભળવામાં તત્પર રહેતો હોય તો તે વૈકુંઠમાં જઈને વિષ્ણુ ભગવાન સાથે આનંદ કરે છે.
જે ઘરમાં ગીતાનો પાઠ થાય છે, તે ઘરમાંથી સઘળાં દુઃખ, શોક અને વિધ્ન દૂર થાય છે. ગીતા રૂપી ગંગોદકનું પાન કરવાથી મનુષ્ય પુનર્જન્મ માંથી મુક્તિ મેળવે છે. ગીતાનાં જ્ઞાનને હૃદયમાં ધારણ કરવાથી પવિત્ર થવાય છે

અજાણતા પણ ગીતા પાઠ કરનારને મુક્તિ મળે છે. ગીતા જયંતી નિમિત્તે ગજેરા વિદ્યાભવનમાં ગુજરાતી માધ્યમ પ્રાથમિક વિભાગ કતારગામમાં અધ્યાયના સંસ્કૃત શ્લોક અને તેની સમજ ની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ ૬ અને ૭ ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. દરેક વિદ્યાર્થીઓ પોતાની આગવી છટા થી શ્લોક ગાન કરીને વાતાવરણને ભક્તિમય બનાવી દીધું.