gajeravidyabhavanguj
ગમ્મત સાથે જ્ઞાન
આપણે શિક્ષણની વાત કરીએ તો દરેક વિષયનું જ્ઞાન અલગ-અલગ રીતે આપી શકાય. ભૌગોલિક શિક્ષણ નો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ ક્રિયાશીલ બને, સક્રિય બને નહીં કે નિષ્ક્રિય શ્રોતા બને.
સામાન્ય રીતે અઘરો અને અટપટો લાગતો ભૂગોળનો અભ્યાસ આકૃતિઓ દ્વારા સરળ અને સ્પષ્ટ બને છે. ગજેરા વિદ્યાભવન માં પણ વિદ્યાર્થીઓને વર્ગખંડમાં ચાર્ટ, આકૃતિઓ દોરવાની પ્રેરણા અપાય છે અધ્યયન-અધ્યાપન પ્રક્રિયા દરમિયાન આકૃતિઓ ના માધ્યમથી શીખવાડવું સમજાવવું એ જ્ઞાન વિદ્યાર્થીઓ લાંબા સમય સુધી યાદ રાખી શકે છે.
વિદ્યાર્થીઓમાં ઉત્સાહ વધે છે પરિણામે વર્ગખંડનું વાતાવરણ જીવંત બને છે. દરેક વિદ્યાર્થી તેમાં ભાગ લે છે. વર્ગખંડનું વાતાવરણ સકારાત્મક બને છે, આ પ્રકારની પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓમાં માત્ર ધ્યાન કેન્દ્રિત નથી કરતી પણ નવીનતા લાવે છે અને શીખવા માટેની પ્રેરણા પણ આપે છે. વિદ્યાર્થીઓ ક્રિયાશીલ અને ચેતનવંત બને છે ,તે શાળાની બધી પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનું પસંદ કરે છે.
આમ, આ પ્રવૃત્તિઓ નું પરિણામ ફાયદો આપનારૂ હોય છે.