gajeravidyabhavanguj
ગણેશોત્સવ
"વક્રતુંડ મહાકાય સુર્યકોટી સમપ્રભઃ
નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેશું સર્વદા"

જીવન એક ઉત્સવ છે મહાકાય કાલિદાસ કહે છે "ઉત્સવપ્રિય માનવા" સ્વભાવથી જ માણસ ઉત્સવપ્રિય છે. ભારત અને ઉત્સવનો ગાઢ નાતો છે. કોઈપણ તહેવાર પાછળ તેનું આગવું મહત્વ રહેલું હોય છે. જેમ કે કોઈ પ્રતીક, દેવી-દેવતા, મેળો, અનાજ, અગ્નિ, વન-પ્રકૃતિ, નદી, પ્રાણી બદલાતી મોસમ, મૃત પૂર્વજો, સંબંધોની પાવન સ્મૃતિમાં એટલે સુધી કે ગ્રહ-નક્ષત્રોના સંક્રમણકાળ અને બદલતા મિજાજને પણ આપણા તહેવારો માં સ્થાન મળ્યું છે. તેમાં પણ ધાર્મિક તહેવારો એ આપણી સંસ્કૃતિ અને પરંપરાઓનું જતન કરે છે.

ગણેશચતુર્થીએ રાષ્ટ્રભરમાં ઉજવાતો તહેવાર છે. આ તહેવાર વિઘ્નહર્તા, મંગલ કર્તા અને રિદ્ધિ-સિદ્ધિના દાતા ભગવાન શ્રી ગણેશજીના જન્મ નિમિત્તે ઉજવવામાં આવે છે.
ગણેશ ચતુર્થીના તહેવારની પર્વત મરાઠા શાસનકાળ દરમિયાન થઇ હતી. સૌ આ તહેવારને સાર્વજનિક રૂપે ઉજવવાની શરૂઆત ૧૯૮૯ માં પુણે માં થઈ હતી. બાલ ગંગાધર તિલકે લોકોમાં એકતા જળવાઈ અને ભારતીય સંસ્કૃતિની સાથે દેશપ્રેમને જાગૃત થાય તે માટે આ તહેવાર ભારત નવા રૂપથી ઉજવાતા શીખવ્યું.
ભગવાન શિવ અને દેવી પાર્વતીના પુત્ર ગણેશના જન્મની કથામાં આ માન્યતા મૂકે છે. દેવી પાર્વતીએ શંકરના કથન અનુસાર ચંદનના ઉબટન માંથી ગણેશજી ની રચના કરી. શંકરજી આ વાતથી અજાણ હોય છે અને ગુસ્સા તેઓ ગણેશ સાથે યુદ્ધ કરે છે અને તેમનું માથું કાપી નાખે છે. દેવી પાર્વતી કોપાયમાન થાય છે. ત્યારે તેમને શાંત કરવા હાથીનું મસ્તક ગણેશજીના શરીર પર મૂકયું અને ગણેશજી ફરીથી જીવંત થાય છે. ગણેશજી વિદ્યા-બુદ્ધિના અથાગ સાગર તથા વિઘ્નોને દૂર કરનાર વિનાયક છે. તેઓ તમામ ગણોના અધિપતિ હોવાથી તેમને ગણપતિ નામથી પણ ઓળખાય છે. મહર્ષિ વેદવ્યાસ રચિત મહાકાવ્ય "મહાભારત” નું લેખનકાર્ય પણ ગણેશજીએ જ કર્યુ છે.

ગણેશજી અનેક નામે ઓળખાય છે જેમકે ગર્જકર્ણ, લંબોદર, વિઘ્નહર્તા, વિનાયક, ધૂમકેતુ, ગણાધ્યક્ષ, ભાલચંદ્ર, ગજાનન. ગણેશજી ના અંગો માનવીને જીવન જીવવાના માર્ગ બતાવે છે. તેમનું મસ્તક, ઉચ્ચ વિચાર અને જ્ઞાન મેળવવાનું શીખવે છે. નાની આંખો લક્ષ્યને ધ્યાનમાં રાખીને જ કાર્ય કરવાની પ્રેરણા આપે છે, સુપડા જેવા કાન સૂચવે છે સારી સારી વાતો જ ગ્રહણ કરવી જોઈએ. તેમનું વાક્ય ઉંદર એ ઇચ્છાઓ નું પ્રતિક છે અને તેથી દરેક શુભકાર્યની શરૂઆત કરતા પહેલા ગણેશજીની પૂજા કરવામાં આવે છે. વિઘ્નહર્તા ગણપતિજીનું ચતુર્થીના દિવસથી લઈને અનંત ચતુર્થી એમ દસ દિવસ સુધી સ્થાપન-પૂજન કરવામાં આવે છે.
બાળકો ધાર્મિક તહેવારો થી પરિચિત થાય તેમજ તેમનામાં સંસ્કૃતિ અને પરંપરા કેળવી શકાય તે હેતુથી આજરોજ અમારા બાલભવનમાં ગણેશચતુર્થી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકોને પર્યાવરણને નુકસાન ન થાય તે રીતે માટી માંથી ઇકોફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવતા શીખવ્યું હતું. તેમજ પીપળાના પાન માંથી ગણેશજી અને તેમાંથી જ છાપકામ કરાવ્યું હતું. બિસ્કીટ માંથી મોદક કેવી રીતે બને તેની એક્ટિવિટી કરાવી હતી. બાળકોએ અને શિક્ષકો સાથે મળીને લેઝીમ ના તાલે વાજતે-ગાજતે ગણેશજીની પધરામણી કરી હતી. બાળકો ગણેશજીની માતૃ-પિતૃ ભક્તિ નાટ્યકૃતિ "સાચુ તીર્થ" દ્વારા પ્રદર્શિત કરી, ખૂબ જ સુંદર ડાન્સ કર્યો. ગણપતિ બાપ્પા મોર્યાના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. વિઘ્નહર્તા ગણેશજીનું આગમન આપ સૌ માટે મંગળમય બની રહે તેવી હાર્દિક શુભકામના.

"દેવોના દેવ મહાદેવ ના એ બાલ છે.
ઉમિયાજી માતા, રીધ્ધી-સિધ્ધી જેમની નારી છે,
ગણપતિ એનું નામ છે, એવા ગજાનન ને મારા નમન છે."