gajeravidyabhavanguj
ગજેરા વિદ્યાભવનનાં વિદ્યાર્થીઓ સાયન્સ સીટી અમદાવાદની મૂલાકાતે

વિજ્ઞાન & ટેકનોલોજી વિષયમાં વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ અનુભવ પૂરો પાડવા માટે તેમજ વિજ્ઞાન તરફનો વિદ્યાર્થીઓનો અભિગમ વિકસે તે હેતુથી ગજેરા વિદ્યાભવન કતારગામનાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમનાં ધો-8 થી 10 નાં વિદ્યાર્થીઓ તા.5/1/2023 નાં રોજ સાયન્સ સીટી અમદાવાદની શૈક્ષણિક સફર પર ગયા હતાં. વિદ્યાર્થીઓને વિજ્ઞાનનાં સિધ્ધાંતો તથા ખ્યાલોનો પ્રત્યક્ષ અનુભવ મળી રહે તથા વિજ્ઞાનનાં પ્રયોગોને સારી રીતે સમજી શકે તે માટે સાયન્સ સિટીની પ્રત્યક્ષ મુલાકાત લઈ ત્યાની તમામ બાબતો સમજી તેમની સાથે ચર્ચા કરી જરૂરી માહિતી મેળવી હતી. આ શૈક્ષણિક પ્રવાસમાં બાળકોને ઘણું બધું જાણવા તથા શીખવાનું મળ્યું હતું અને અનુભવ આનંદપ્રદ રહ્યો હતો.