gajeravidyabhavanguj
ગજેરા વિદ્યાભવનનું ગૌરવ

ધોરણ-૧૨ સાયન્સમાં અભ્યાસ કરતા અને માર્ચ-૨૦૨૧ ની JEE Main પરીક્ષાના બીજા રાઉન્ડમાં ખુબ જ સારું રીઝલ્ટ લાવનાર વિદ્યાર્થીઓ ને ગજેરા ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી ચુનીભાઈ ગજેરા અને કિંજલ ગજેરા અભિનંદન પાઠવે છે અને આગામી પરીક્ષામાં પણ સારા ગુણ સાથે મેરીટમાં આવે તેની શુભેચ્છા. વિદ્યાર્થીઓ આ JEE ની પરીક્ષા માટે ધોરણ-૧૧&૧૨ બંને માં ખૂબ જ સખત મહેનત કરતા હોય છે આપણી શાળામાંથી જ ખૂબ જ ખ્યાતનામ શિક્ષક ટીમ દ્વારા તૈયારી કરવામાં આવે છે તથા પૂરતી પેપર પ્રેક્ટીસ અને કોવિડ-૧૯ની આ મહામારીમાં વિદ્યાર્થીઓને કોઇ જ મુશ્કેલી ન પડે તે માટે નિયમિત ઓનલાઈન વર્ગો ચલાવવામાં આવ્યા હતા અને જ્યારે ફીઝીકલ શાળામાં આવવાનું થયું ત્યારે પણ તેઓને પ્રેકટીકલ નોલેજ આપવામાં આવ્યું હતું આ પરીક્ષાઓ કે જે ધો-૧૨ સાયન્સ માં JEE અને NEET ની લેવાય છે તે માટે આપણી શાળામાં ધો-૮ થી જ ફાઉન્ડેશન કોર્ષ આવતા વર્ષ થી શરૂ કરવા જઈ રહયા છીએ કે જેથી આપણી શાળાના બાળકો ઓલ ઇન્ડીયામાં સારો દેખાવ કરી શકે અને IIT અને AIIMS જેવી શ્રેષ્ઠ કોલેજ માં એડમિશન મેળવીને પોતાનું ભાવિ ઉજ્જવળ બનાવી શકે તેવા પ્રયત્નો શાળા દ્વારા કરવામાં આવી રહયા છે
આ પરીક્ષાની તૈયારી માટે પુરતો સમય અને પૂરતું સાહિત્ય પણ શાળા દ્વારા જ પૂરું પાડવામાં આવી રહયું છે જે વિદ્યાર્થીઓ આપણી શાળામાં એડમિશન લે છે તેવા ટોપર્સ વિદ્યાર્થીઓ માટે અલગ અલગ શિષ્યવૃતિ પણ આપવામાં આવે છે જેથી બાળકોને ઓછી ફી માં પણ સારું શિક્ષણ મળી શકે આમ શાળા દ્વારા અને શિક્ષકો દ્વારા અસરકારક આયોજનને કારણે આજે જે રીઝલ્ટ પ્રાપ્ત થયું છે તે બદલ શાળા પરિવાર આ તેજસ્વી વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવે છે.