gajeravidyabhavanguj
ખુશી જીવનની સંજીવની

મનુષ્યને સામાજીક પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. જેનામાં સમજ, લાગણી, ગુસ્સો, દુઃખ, સુખ,હાવભાવ, બોલીભાષા અભિવ્યક્ત કરવાની સમજ છે.
હાસ્ય એ જીવન જીવવાની એક અદભુત કળા છે. નાની નાની ખુશીઓથી જીવનને ભરી લેવું એ સારી સેહત ની નિશાની છે. તેથી જતો ઈશ્વરે બાળપણ ને ચિંતાથી દૂર અને હાસ્યથી ભરપુર રહેવાનું વરદાન આપ્યું છે સાચી ખુશી છે. જીવનની દરેક પળને આનંદથી જીવવી..... અને તે પળમાં દરેક માટે પ્રેમ, આદર અને આભારની લાગણી ભરી તેને શણગારવી. તો જીવનમાં સાચી ખુશીનો અનુભવ થશે અને ખુશી મેળવવા માટે ક્યારેય દોડવું નહીં પડે.

જેમના હોઠ પર હંમેશા હાસ્ય હોય છે. જેઓ સહેલાઈથી હસી શકે છે અને જિંદગીને ખૂબ પ્રેમ કરે છે. તે ખુશી રહેનાર લોકો છે. આ અમૂલ્ય જીવન જે આપણને પ્રાપ્ત થયું છે જેને ખુશ રહીને જીવવું જોઈએ. પરંતુ આજના સ્પર્ધાત્મક સમયમાં એકબીજાથી આગળ નીકળવાની તીવ્ર હરીફાઈ બીજા કરતા અલગ તરી આવી મોટા બનવાની લાલસા સતત ચિંતામાં વધારો કરે છે. અમે ખુશ રહેવા માટે ઘણી વાર આપણે બીજા ઉપર આધાર રાખતા હોઈએ જે હંમેશ માટે નિરાશા જ આપે છે ખુશ રહેવા માટે તમારી પાસે જે હોય છે તેનાથી ખુશ રહેતા શીખવું જેથી સંતોષ એ તમારી ખુશીનું કારણ બની શકે.
એક મીણબત્તી માંથી હજારો મીણબત્તી ઓને પ્રકાશિત કરી શકાય છે એવી જ રીતે ખુશી પણ વહેચવાથી વધે છે.
જીવનના અનેક સુખદ અને આશ્ચર્યજનક પ્રસંગો આપણને ખુશી તરફ દોરી જાય છે એ પળોને આપણે આપણી સ્મૃતિમાં કેદ કરીને ખુશ થઈએ છીએ. જો આપણે ખુશી ની શોધ કરતા હોઈએ, તો તે આપણને કોઈ ભૌતિક વસ્તુ માંથી નથી મળવાની ખુશી માત્ર આપણને મળી શકે તો માત્ર ક્ષણ અને પરભર માટે કોઈકના હાસ્ય માં,કોઈક ના સ્મિત માં અથવા કોઈ વ્યક્તિ ની ખુશી માં.
આમ આપણું જીવન એ એક તહેવાર છે. જો આપણે તેને સમજી અને અનુભવી શકીએ તો ચોક્કસ માણી પણ શકીએ અને હંમેશા ખુશ અને હસતા પણ રહી શકીએ.