gajeravidyabhavanguj
ખુદમાં વિશ્વાસ હોવો એ સફળતાનું પહેલું રહસ્ય છે

જીવન ત્યારેજ સફળ બને જ્યારે તેને કસોટીઓ થાય. સ્પર્ધા,પરીક્ષા, મુશ્કેલી, જેવા શબ્દોથી માનવી હંમેશા ડર્યા કરતો હોય છે,પરંતુ જીવનમાં પરીક્ષા, સ્પર્ધા, કે મુશ્કેલીઓ ન આવે તો માનવી આત્મવિશ્વાસ ગુમાવી દે છે. આત્મવિશ્વાસ કેળવવા પોતાની અંદર રહેલી શક્તિઓને ઓળખવા માટે પણ પરીક્ષા જરૂરી છે.
વિદ્યાર્થીઓને જે પણ કાંઈ જ્ઞાન આપવામાં આવે છે તેનું મુલ્યાંકન ચકાસણી ન થાય તો બાળકની ક્ષમતાનો ખ્યાલ આવી શકતો નથી, વળી પરીક્ષાતો બાળકને ભવિષ્યમાં આવનારી મુશ્કેલીઓ માટે તૈયાર કરવાનું પગથિયું છે. તેથી સમયાંતરે પરીક્ષા અને કસોટી આપી પોતાની જાતને સાબિત કરવું પડે છે.
ગજેરા વિદ્યાભવનમાં પ્રથમ સત્રનો અભ્યાસક્રમ પૂર્ણ થયા બાદ તેમના મૂલ્યાંકન ના ભાગરૂપે ધોરણ ૧ થી ૭ માં પ્રથમ સામયિક પરીક્ષા તારીખ:૧૯/૦૯/૨૦૨૨ થી શરૂ કરવામાં આવી. દરેક વિદ્યાર્થીઓ પોતાની આવડત અને ગ્રહણ કરેલ જ્ઞાનના આધારે પરીક્ષાના પેપર લખી રહ્યા છે.
જો મહેનત એક આદત બની જાય
તો સફળતા એક મુકદ્દર બની જાય