gajeravidyabhavanguj
કિસાન દિવસ..
આજરોજ ગજેરા વિદ્યાભવનમાં આવેલા કોન્ફરન્સ હોલમાં “નેશનલ ફાર્મર ડે” નિમિત્તે “કિસાન દિવસ” ની ઉજવણી કરવામાં આવી હતી આજનો દિવસ એટલે ભારતનાં 5 માં વડાપ્રધાન ચરણસિંહ ચૌધરી નાં જન્મ દિવસને યાદગાર બનાવવા આપણા દેશમાં 23 ડિસેમ્બરને “રાષ્ટ્રીય ખેડૂત દિવસ” તરીકે ઉજવવામાં આવે છે.
ભારત દેશ કૃષિ પ્રધાન દેશ છે. આથી કિસાન સન્માનભેર કૃષિ પ્રત્યે નવો અભિગમ સાથે કૃષિ કરે તેવા ઉમદા વિચારથી પુરા દેશમાં ‘કિસાન દિવસ’ ની ઉજવણી કરવામાં આવે છે.
આજે ગજેરા વિદ્યાભવનમાં “કિસાન દિવસ” ની ઉજવણી કરવામાં આવી જેમાં કૃષિને લાગતા સાધનો તથા ધાન્ય, પાક, ખેડૂતનાં જીવન શૈલી વિષે PPT બનાવી આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાનાં આચાર્યશ્રી ભાવેશભાઈ ઘેલાણી અને સુપરવાઈઝર ધારાબેન તથા કિશોરભાઈ ના માર્ગદર્શન હેઠળ સામાજિક વિજ્ઞાનના મ.શિ.દિપીકાબેન, આશિષભાઈ, ગુંજલબેન, રાઘવભાઈ વગેરે ધ્વારા કાર્યક્રમની રૂપરેખા સંભાળી હતી.