gajeravidyabhavanguj
'કિસાન કરે દિન-રાત પ્રયોજન, તબ મિલે દેશ કો હર દિન ભોજન' - ખેડૂત દિવસ
"જગત પાંગળું તાત વિના, એ તો સર્વત્ર અન્ન તણો દાતાર,
જગત કેરા નાથનો ઘણો ઘણો આભાર”

પ્રાચીન કાળથી માનવીની મુખ્ય ત્રણ જરૂરિયાતો કેન્દ્ર સ્થાને રહી છે અને તે છે. અન્ન, વસ્ત્ર તથા આવાસ, જઠરાગ્રી શાંત કરવા આદિમાનવે શિકાર, ફળફૂલ, કંદમૂળ અને કાચા અન્નો આશ્રય લીધો. જંગલો અને ગુફાઓ સદીઓ સૌથી તેનું આશ્રય સ્થાન રહી તેનો મોટો ભાગ ખોરાકની શોધમાં જ વ્યતિત થતો રહ્યો. આદિ માનવથી આજના કહેવાતા સુસંસ્કૃત મનુષ્યએ પોતાની જરૂરિયાતો કૃષિમાં શોધવાનો પ્રયત્નકર્યો. તે પૂર્ણ કરવામાં સદીઓથી કૃષિનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે.

એક સમય હતો જયારે આપણા દેશમાં ખેતીને જ સૌથી ઉત્તમકાર્ય માનવામાં આવતું હતું. મહાકવિ ધાધની એક પ્રસિદ્ધ કહેવત પણ છે. “ઉત્તમ ખેતી, મધ્યમબાન, નિષિદ્ર ચાકરી, ભીખ નિદાન.. એટલે કે ખેતી સૌથી સારું કાર્ય છે. વેપાર મધ્યમ, નોકરી નિષિદ્ર અને ભીખ નહી માંગવાનો ઉપાય છે.
આપણો દેશ ખેતીપ્રધાન દેશ છે. આપણા દેશની ૭૦૦ થી વધારે વસ્તી ખેતી આધારિત છે. આપણે આપણી ખેતીને મુખ્ય વ્યવસાય તરીકે સ્વીકારેલ છે.
“કણ વાવે ને મણ લાવે, ખેડૂત ધન તણો આધાર,
તાત વિના કોણ વાવશે ને કોણ લણશે અહિં ફાલ,
તાત વિના કોણ ઠારશે, સૌની જઠરાગ્રિને અહિં કાલ”

ખેતીના કાર્યોમાં ખેતર તૈયાર કરવું. એમાં કોઈ વનસ્પતિ ઉગાડી તેનો યોગ્ય રીતે ઉછેર કરી એમાંથી ફળ, ફૂલ, સાંઠી, પાંદડા કે લાકડાનું ઉત્પાદન મેળવવું. આ ઉત્પાદનને શુદ્ધ કરી સંગ્રહ કરવો અથવા બજારમાં લઈ જઈ વેચાણ કરવું એ મુખ્ય કર્યો છે. ખેડૂત દેશનો અન્નદાતા તેમજ પાલનકર્તા છે. તેથી જ તેને જગતનો ‘તાત’ પણ કહેવાય છે. તે બીજાઓની ભલાઈ માટે પોતાનું સંપૂર્ણ જીવન ન્યોછાવર કરી દે છે. તે દેશનો ભાગ્યવિધાતા છે. ખેડૂત જ દેશના જીવનનો આધાર છે. ખેડૂત દેશની રિઢ છે. તેથી એમની ઉન્નતિમાં દેશની ઉન્નતિ છે. મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે ભારતનું હૃદય ગામડાઓમાં વસે છે. ગામડાઓની ઉન્નતિથી જ ભારતની ઉન્નતિ થઈ શકે છે.

આપણા દેશના પૂર્વ વડાપ્રધાન શ્રીમાન ચૌધરી ચરનસિંહ જેઓ જન્મજાત એક ખેડૂત હતા. તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન ખેડૂતોની સ્થિતિ સુધારવા માટે જરૂરી કેટલીક નિર્ણાયક નીતિઓ ઘડવાની પહેલ કરી હતી. તેમણે ખેડૂતો માટે ઉત્તમ ખેતી અને નવી નવી ટેકનીકથી ખેતી કરી સારી ઉપજ મેળવી શકે તે માટે ઘણાં કાર્યો કર્યા હતા. તેમના જન્મદિન નિમિત્તે ૨૩ ડિસેમ્બરને ‘ખેડૂતદિન’ તરીકે ઉજવવામાં આવે છે.
એક ખેડૂતનું કાર્ય આપણા દેશના વિકાસ અને આપણા રોજીંદા જીવનમાં કેટલું ઉપયોગી છે તેની સમજુતી બાળકને આપવા માટે અમારા બાલભવનમાં ‘ખેડૂતદિવસ’ ની ઉજવણી કરવામાં આવી હતી. શાળામાં જ શિક્ષકો દ્વારા ગામડાઅને ખેતીની જીવનશૈલી દર્શાવવામાં આવી હતી. બાળકોને તેની મુલાકાત કરાવી ગામઠી જીવન અને ખેતીની અવનવી પધ્ધતિની માહિતી આપી ગજેરા ફાર્મની મુલાકાત કરાવી. ફળ,ફૂલ અને શાકભાજી કેવી રીતે ઉગે છે, તેની માવજત કેવી રીતે થાય છે તેની સમજુતી આપી. બાળકો નેચરથી પરિચિત થાય એ હેતુથી બાળકો પાસે મેથીની વાવણી કરાવી.