gajeravidyabhavanguj
કૃષ્ણજન્મ મહોત્સવ
જન્માષ્ટમીનો તહેવાર શ્રાવણ મહિનાના કૃષ્ણપક્ષની આઠમના દિવસે આવે છે. વિષ્ણુ ભગવાનના અવતાર મનાતા શ્રીકૃષ્ણના જન્મદિવસને જન્માષ્ટમી અથવા ગોકુલાષ્ટમી તરીકે ભારતમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે.
ભગવાન વિષ્ણુએ તેવીસ અવતાર ધારણ કર્યા. એ બધા અવતારોમાં મહત્ત્વનો જો કોઇ અવતાર હોય તો તે શ્રીકૃષ્ણનો છે.
કૃષ્ણ જન્મ કથા અનુસાર મથુરામાં રાજા કંસ રાજ કરતો હતો. તે ઘણો ક્રૂર અને ઘાતકી હતો. પ્રજા પર ત્રાસ ગુજારે. તેને દેવકી નામે બહેન હતી. આકાશવાણીથી ભયભીત થઈ દેવકી અને તેના પતિ વાસુદેવ ને કેદ માં પૂરી દીધા. દેવકીના એક પછી એક પુત્રો ની હત્યા તેણે કરી. દેવકીનો આઠમો પુત્ર એટલે શ્રીકૃષ્ણ. તેમનો જન્મ મધ્યરાત્રીએ જેલમાં થયો. કંઈક ચમત્કાર જેવું બન્યું. વાસુદેવ બાળકને ગોકુળમાં રહેતા નંદના ઘરે મૂકી આવ્યા. નદના ઘરે કૃષ્ણ જન્મનો ઉત્સવ ઉજવાયો તેથી સૌ આવી ધૂન બોલે છે...
"નંદ ઘેર આનંદ ભયો
જય કનૈયા લાલ કી
હાથી ઘોડા પાલખી
જય કનૈયા લાલ કી"
આ સંદર્ભે ગજેરા વિદ્યાભવનમાં જન્માષ્ટમીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી ધોરણ ૧ થી ૩ ના બાળકો દ્વારા કૃષ્ણ જન્મ નું નાટક કરવામાં આવ્યું. તેમજ નાના ભૂલકાઓના રાસે સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. કૃષ્ણભગવાનની આરતી કરવામાં આવી. તેમજ ભજન ગાવા માં આવ્યા. જેથી શ્રોતાગણ ભાવવિભોર બન્યા હતા. શ્રી કૃષ્ણ ભગવાનનું પારણું શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા ઝૂલાવવામાં આવ્યું હતું. બાળકોને પ્રસાદ વહેંચવામાં આવ્યો. શાળાના આચાર્યા શ્રી સોલંકી ભાવિષામેમ દ્વારા બાળકોને પ્રસંગને અનુરૂપ પ્રવચન આપી ઉત્સાહિત કર્યા હતા. ધોરણ ૫ થી ૭ ના બાળકો દ્વારા લેઝીમ ડાન્સ અને મટકી ફોડનો કાર્યક્રમ ઉત્સાહભેર સંપન્ન કરવામાં આવ્યો હતો. હર્ષો ઉલ્લાસ સાથે કાર્યક્રમ પૂર્ણ થયો.
"માખણચોર નંદકિશોર
બાંધી જેણે પ્રીત ની ડોર
હરે કૃષ્ણ હરે મુરારી
પૂજે જેને દુનિયા સારી
આવો એમના ગુણ ગાઈએ
બધા મળીને જન્માષ્ટમી મનાવીએ."