gajeravidyabhavanguj
ક્વીઝ કોમ્પીટીશન

સુનિતા મેકર્સ ડે વર્ષ-2021 અંતર્ગત “મધર નેચર થીમ” ક્વીઝ કોમ્પીટીશનનું તારીખ 24/09/2021 શુક્રવારના રોજ શાળાના કોન્ફરન્સ હોલમાં આયોજન કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ ગૂગલ ફોર્મ પર 239 વિદ્યાર્થીઓએ Quiz માટેની પરીક્ષા આપી હતી. 239 વિદ્યાર્થીઓમાંથી છ વિદ્યાર્થીઓની QuizCompetition માટે પસંદગી કરવામાં આવી હતી. આ છ વિદ્યાર્થીઓએ વાલીશ્રી સાથે QuizCompetition માં ભાગ લીધો હતો. આ QuizCompetition ને PPT દ્વારા પ્રેઝન્ટેશન રાખવામાં આવ્યું હતું. તેમાં ત્રણ રાઉન્ડ રાખવામાં આવ્યા હતા. પ્રથમ રાઉન્ડમાં દરેક ટીમને ચાર-ચાર પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. દરેક સાચા જવાબના 5 ગુણ રાખવામાં આવ્યા હતા. બીજો રાઉન્ડ VisualRound રાખવામાં આવ્યો હતો તેમાં આપેલ ચિત્રને ઓળખીને જે પહેલા સાચો જવાબ આપે તેના 10 ગુણ રાખવામાં આવ્યા હતા. ખોટા જવાબ માટે 5 ગુણ રાખવામાં આવ્યા હતા. ત્રીજો રાઉન્ડ TimeBvase હતો. તેમાં દરેક ટીમને 15 સેકન્ડની મર્યાદામાં જવાબ આપવાનો હતો. જો ટીમ જવાબ આપવા સક્ષમ ન હોય તે સમય મર્યાદા પહેલા પ્રશ્ન Past કરી શકે અને તેમણે 5 સેકન્ડમાં જવાબ રજુ કરવાનો હતો. ખોટા જવાબ માટે -5 ગુણ રાખવામાં આવ્યા હતા. ત્રણેય રાઉન્ડના અંતે ધો-8/G નો વિદ્યાર્થી મોવલિયા ધ્રુવિક બીપીનભાઈ પ્રથમ ક્રમ મેળવ્યો હતો. શાળાના આચાર્યશ્રી ભાવેશભાઈ ઘેલાણીએ મોવલિયા ધ્રુવીકને અભિનંદન પાઠવ્યા હતા. આ QuizCometition નું આયોજન શાળાના શિક્ષકો દિપીકાબેન પટેલ, રશ્મીતાબેન માણીયા, જમનાદાસ ઠેસિયા, નીલભાઈ ભીંગરાડીયા અને આશિષભાઈ લુખીએ કર્યું હતું.