top of page
  • Writer's picturegajeravidyabhavanguj

ક્રેયોન સ્પર્ધામાં પ્રથમક્રમ


ગજેરા ટ્રસ્ટ ધ્વારા તા.૧૧ થી ૨૨ માર્ચ દરમિયાન નેશનલ ક્રેયોન ડે અંતર્ગત ડ્રોઈંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા ૭ થી ૧૮ વર્ષના તમામ બાળકો માટે યોજવામાં આવી હતી. જેની થિમ “વર્ડ ઈન માય આઈઝ” હતી. આ સ્પર્ધામાં ગજેરા ટ્રસ્ટ અંતર્ગત સુરત શહેરની બધી જ શાળાઓ અને અન્ય શાળાઓના ઘણા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમાં શ્રીમતી એસ.એચ.ગજેરા માધ્યમિક અને ઉચ્ચત્તર માધમિક શાળા, કતારગામના કુલ ૬૫ વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો તેમાંથી અમારી શાળાની ધો-૧૦ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પટેલ કૃતિ એ પ્રથમક્રમ મેળવીને ૭૦૦૦ રૂપિયાનું ઈનામ પ્રાપ્ત કર્યું હતું. તે બદલ શાળાના આચાર્યશ્રી તથા શાળા પરિવાર અને ગજેરા ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી ચુનીભાઈ ગજેરા અને કિંજલબેન ગજેરા ખુબ ખુબ અભિનંદન પાઠવે છે.

આ સ્પર્ધાનું સુંદર આયોજન કરનાર કિંજલબેનનો ખુબ ખુબ આભાર કે જેના કરને આજે વિદ્યાર્થીઓમાં રહેલી વિચાર શક્તિને બહાર લાવીને યોગ્ય દિશા આપી છે. આ સ્પર્ધાનું શીર્ષક ખુબ જ અસરકારક હતું જેમાં બાળકોએ પોતાની નજરથી દુનિયાનું ઈમેજીનેશન કરવામાં આવ્યું હતું. તેમાં બાળકોની કલ્પના શક્તિ બહાર આવે છે. વિદ્યાર્થીઓએ શિક્ષકના નજીવા માર્ગદર્શન માર્ગદર્શન હેઠળ જાતે આ ચિત્ર તૈયાર કરીને તેનો બે મિનિટનો વિડિયો બનાવીએ એસ.એમ.પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરીને તેમાં અપલોડ કર્યો હતો. જેમાં વિદ્યાર્થીઓને એક અલગ જ અનુભવ લાગ્યો હતો. આ સ્પર્ધા ખુબ જ સારી રહી તેમાં વિદ્યાર્થીઓને ઘણું નવું શીખવાનું મળ્યું તેમજ લોકડાઉનના સમયનો સદ્ઉપયોગ પણ થયો. તમામ વિદ્યાર્થીઓને જે ચિત્રો બનાવ્યા હતા તે ખરેખર અદ્ભૂત હતાં. તમામ વિદ્યાર્થીઓ આવી સ્પર્ધાઓમાં ભાગ લઈ પોતાની આવડતને ઉજાગર કરે તે માટેનું પ્લેટફોર્મ પુરૂ પાડવામાં આવે છે તો તેનો લાભ તમામ વિદ્યાર્થીઓએ લેવો જોઈએ.

670 views0 comments
bottom of page