gajeravidyabhavanguj
“કોરોના ની મહામારી માં પ્રાર્થના”
આજે સમગ્ર વિશ્વ જયારે કોરોનાની મહામારીથી પીડાઈ રહ્યું છે, ત્યારે આરોગ્ય કર્મચારીઓ,પોલીસ, સફાઈકર્મીઓ, નિષ્ણાંતો,બુધ્ધીજીવીઓ આ મહામારી માંથી છુટકારો મેળવવા વિવિધ ઉપાયો સૂચવી રહ્યા છે.જેવાં કે; ક્યારેય ન્હોતું સાંભળ્યું તેવા “લોકડાઉન” , “માસ્ક”, “સેનીટાઈઝર”, “સ્વાસ્થ્યની તંદુરસ્તી ”, “સોશિયલ ડીસ્ટન્ટ”, “આઈસોલેશન” વગેરે. સમગ્ર વિશ્વની પ્રજા આ ઉપાયો અપનાવી રહી છે. આ ઉપરાંત ઘણી સંસ્થાઓ, તબીબો લોકોને આ મહામારી માંથી બચવા મદદ કરી રહી છે.

આ બધા ની મદદ થી કોરોના મહામારી નો સામનો કરવાની કેટલેક અંશે આંશિક સફળતા મળી છે. પરંતુ આ પ્રયાસો સાથે જો પ્રભુપ્રાર્થના ભળે તો આ મહામારી ઝડપ થી નિવારી શકાય.માનવીય પુરુષાર્થ જયારે સમાધાન શોધવામાં અસમર્થ થાય ત્યારે એવી વિકટ પરિસ્થિતિ માં એક મહાનશક્તિ પ્રત્યક્ષ અથવા પરોક્ષ રૂપે પીડિતો ની મદદે આવે છે અને તે છે “પ્રાર્થના”.
કોઈ મોટી મુશ્કેલી આવે ત્યારે પ્રાર્થનાથી ઈશ્વરીય મદદ મળી હોય એવા કેટલાય ઉદાહરણો આપણે સાંભળ્યા છે.એવુ એક ઉદાહરણ ઈ.સ 1874 ની એક પ્રખ્યાત ઘટના ઇંગ્લેન્ડ ના ઈતિહાસ માં અંકીત છે.ઇંગ્લેન્ડ નું એક વહાણ ધર્મપ્રચાર માટે ન્યુઝીલેન્ડ જવા રવાના થયું. વહાણમાં 214 યાત્રી હતા.અચાનક વહાણ માં કાણું પડયું અને વહાણમાં પાણી ભરાવા લાગ્યું. પાણી વહાણમાં આવતું બંધ કરવાના બધા જ પ્રયત્નો નિષ્ફળ ગયા. વહાણના નાવિકે સૂચના આપી કે; “વહાણ ડૂબવાની તૈયારી માં છે. જે પોતાના જીવની રક્ષા કરી શકે એમ હોય તે પાણીમાં કુદી પડો.” ઘણા બધા યાત્રીઓને તરતા આવડતું નહોતું. આ સંજોગોમાં યાત્રીઓ એ આ મુશ્કેલી માંથી ઉગારી લેવા અને આ જોખમ સામે રક્ષણ કરવા પરમાત્માને એક સાથે પ્રાર્થના કરી. એવામાં એક અકલ્પનીય ઘટના ઘટી. વહાણમાં જ્યાં કાણું પડયું હતું ત્યાં એક મોટી માછલી આવીને ફસાઈ ગઈ. અને વહાણમાં પાણી આવવાનું કોઈ અવકાશ જ ન રહ્યું. અને વહાણ હેમખેમ કિનારા સુધી પહોંચી ગયું. તમામ યાત્રી ના જીવ બચી ગયા.

જયારે તમામ પ્રયાસ નિષ્ફળ જાય છે,ત્યારે હૃદયપૂર્વક કરેલી પ્રાર્થના જ કામ લાગે છે. પૂરાણો માં આવી અનેક ઘટનાઓ આપણને જોવા મળે છે. જ્યાં મુશ્કેલી ના સમયમાં ઈશ્વરે મદદ કરી હોય.જયારે માનવીય પુરુષાર્થ સંકટના નિવારણ માટે અશક્ત બને છે. ત્યારે ઈશ્વરીય સતાનો સહયોગ માગવાથી અવશ્ય મુશ્કેલી નિવારી શકાય છે.ભગવદગીતા અનુસાર; કર્મ દ્વારા ઈશ્વર સાથે સહયોગ જ કર્મયોગ છે. જો કર્મમાં ઈશ્વર સાથે મેળ ન હોય તો તે કર્મયોગ છે. જો કર્મ માં ઈશ્વર સાથે મેળ ન હોય તો તે માત્ર કર્મ જ છે. માટે કોઈ પણ કર્મને સફળ બનાવવા ઈશ્વરની પ્રાર્થના પણ એટલી જ જરૂરી છે.
કોરોનાની આ મહામારી માંથી મુક્તિ મેળવવા તજ્જ્ઞો દ્વારા જે પ્રયાસ થઈ રહ્યા છે તેને સફળ બનાવવા અને આ કાળ રૂપી કોરોના થી છુટકારો મેળવવા આપણે સૌ એક થઇ ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આ મહામારી બહુ ઝડપથી આ વિશ્વમાંથી વિદાઈ લઇ લે.