top of page
  • Writer's picturegajeravidyabhavanguj

કારગિલ વિજય દિવસ

“चलो, भारतीय होने का फर्ज निभाएं,

वीर शहीदों को याद करते हुए,

कारगिल विजय दिवस मनाए|”


સમગ્ર દેશમાં દર વર્ષે ૨૬મી જુલાઇએ કારગીલ વિજય દિવસ ઉજવવામાં આવે છે. 1999માં ભારતના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ ભારતના પાકિસ્તાન પર કારગિલ યુદ્ધના વિજય દિવસને કારગીલ વિજય દિવસ તરીકે જાહેર કર્યો હતો.

આજથી ૨૩ વર્ષ પહેલા કારગીલની પહાડીઓ પર ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું. આ યુદ્ધમાં ૫૦,૦૦૦ ગોળા અને રોકેટ છોડવામાં આવ્યા હતા, 300થી વધારે તોપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, રોજ પાંચ હજારથી વધારે બોમ્બ ભારત તરફથી ફાયર કરવામાં આવ્યા હતા, અંદાજે ૧૮ હજાર ફૂટ ઊંચાઈ પર કારગિલમાં લડવામાં આવેલા આ યુદ્ધમાં ૫૨૭ ભારતીય જવાન શહીદ થયા હતા, ૧૩૬૩ જવાન ઘાયલ થયા હતા, બે મહિના કરતાં વધારે સમય સુધી ચાલેલા આ યુદ્ધમાં ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાને હરાવી ને ૨૬ જુલાઈ ૧૯૯૯ ના રોજ કારગિલમાં ભારતીય તિરંગો લહેરાવ્યો હતો.



કારગિલ યુદ્ધના વીર શહીદોને ૪- પરમવીરચક્ર, ૯-મહાવીરચક્ર અને ૧૬-વીરચક્ર એનાયત કરવામાં આવ્યા હતા. ગુજરાતના પણ ૧૨ જવાનો શહીદ થયા હતા. આ મિશનના જીતની યાદગીરી માટે કારગિલ ખાતે ‘કારગીલ વોર મેમોરિયલ’ બનાવવામાં આવ્યું છે.

ભારત ના પ્રધાનમંત્રી દર વર્ષે ૨૬ જુલાઈના દિવસે ઇન્ડિયા ગેટ પર અમર જવાન જ્યોતિ ખાતે સૈનિકોને શ્રદ્ધાંજલિ આપે છે

ભારતના પ્રધાનમંત્રી દર વર્ષે ૨૬મી જુલાઇના રોજ ઇન્ડિયા ગેટ પર અમર જવાન ખાતે સૈનિકોને શ્રદ્ધાંજલિ આપે છે.

“WE SALUTE THE TRUE

NATION’S HEROES”


કારગીલ વિજય દિવસ નિમિત્તે ૨૬મી જુલાઈ ૨૦૨૨ના રોજ ગજેરા વિદ્યાભવન કતારગામમાં ધોરણ ૩ થી ૭ ના વિદ્યાર્થીઓ દ્વારા ડ્રામા તેમજ ડાન્સનું આયોજન કરવામાં આવ્યુ હતું, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા કારગિલ યુદ્ધ, ઇન્ડિયન એરફોર્સ પાઈલટ- ગુંજન સક્સેના સંઘર્ષ અને વીરતાની રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત દેશના સાચા હીરો વિક્રમ બત્રા જેવા વીરોને આજના દિવસે યાદ કરવામાં આવ્યા હતા. આ ડ્રામા-ડાન્સમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

ડ્રામા-ડાન્સ નો મુખ્ય હેતુ એ છેકે વિદ્યાર્થીઓ આપણા દેશ ના શહીદવીરોની વીરતાને સમજે તેમજ વિદ્યાર્થીઓમાં દેશપ્રેમનો સંચાર થાય.

“अपनी जान देकर,

तिरंगे की शान रखी थी|

हाथों में बंदूक उठाकर,

भारत मां की रक्षा की थी|”


उन शहीद वीरों को शत शत नमन

56 views0 comments

Recent Posts

See All
bottom of page