gajeravidyabhavanguj
કારગીલ વિજય દિવસ.

આજરોજ કતારગામ ખાતે આવેલ ગજેરા વિદ્યાભવનમાં ગુજરાતી માધ્યમમાં ધોરણ 8 કારગીલ વિજય દિવસની ઉજવણી શાનદાર કરવામાં આવી હતી. શાળાનાં આચાર્યશ્રી ડો.ભાવેશભાઈ ઘેલાણી તેમજ શાળાનાં સુપરવાઈઝશ્રી ધારાબહેન ગજેરા તેમજ કિશોરભાઈ જસાણીની આગેવાની નીચે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 26મી જુલાઈએ ભારતના પાકિસ્તાન પર કારગિલ યુધ્ધમાં વિજયના કારણે ઉજવામાં આવે છે. ઈ.સ.1999 માં વિજય પછી ભારતના તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારીવાજપેયી આ દિવસને કારગિલ વિજય દિવસ તરીકે જાહેર કર્યો હતો. શાળાના વિશાળ કોન્ફરન્સ હોલમાં વિધાર્થીઓ અને વિધાર્થિનીઓ દ્વારાકારગિલ વિજય દિવસ નિમિતે નાટ્ય સ્પર્ધા યોજવામાં આવી હતી. કુલ 10 કૃતિની રજૂઆત કરવામાં આવી હતી. બાળકોએ ખૂબ જ આતુરતાથી નાટકો માણ્યા હતા. અલગ અલગ પહેરવેશ સૈન્ય વિવિધ સાધનોથી સજ્જ ભજવવામાં આવ્યા હતા. ચાર્ટ, ppt presentation દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. નિર્ણાયકશ્રી પ્રથમ, દ્રિતિય, તૃતીય કૃતિના વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. કારગીલ વિજય દિવસ નિમિતે ગીત સ્પર્ધાઓ યોજવામાં આવી હતી.