gajeravidyabhavanguj
કારગીલ વિજય દિવસ
देशभक्ति की महक
अब मेरे कपड़ों से भी आने लगी है...
अब तो मेरी धड़कन भी
जय हिंद गाने लगी हैं...

કારગીલ યુદ્ધમાં જે ભારતીય સૈનિકોએ પોતાના દેશ માટે લડતાં લડતાં પોતાનો જીવ ગુમાવ્યો અને વીરગતિ પ્રાપ્ત કરી તે શહીદોની યાદમાં દર વર્ષે ૨૬ જુલાઈ 'કારગીલ વિજય ડે' દિવસ તરીકે મનાવાય છે. આ કાર્ય માટે ભારતીય સૈનિકો દ્વારા 'ઓપરેશન વિજય' ની શરૂઆત કરવામાં આવી અને તેની સફળતા પછી આ દિવસને 'કારગીલ વિજય દિવસ' નું નામ અપાયું.
1999માં કાશ્મીરમાં તેનાત ભારતીય સૈનિકોને ભારત દ્વારા જે રસ્તા પરથી હથિયાર મોકલવામાં આવતા હતા તે રસ્તાને બંધ કરવાની પ્રમુખ રણનીતી પાકિસ્તાનીઓની હતી. ભારત- પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધ થયું તેમાં લગભગ 2 લાખ ભારતીય સૈનિકોએ ભાગ લીધો અને 527 સૈનિકોએ પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું. અને 1300થી વધારે સૈનિકો ઘાયલ થયા.2700 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા માર્યા ગયા. અને 250 પાકિસ્તાની સૈનિકો મેદાન છોડીને ભાગી ગયા. આ યુદ્ધ ૬૦ દિવસ થી પણ વધારે ચાલ્યું હતું. ૧૮ હજાર ફૂટની ઊંચાઈ પર આ લડાઈ લડ્યા હતા. અને આખરે પાકિસ્તાની ઘૂસણખોરો એ હડપ કરેલી મુખ્ય ચોકી અને ટાઈગર ટેકરી પર કબ્જો કરી ભારતીય સૈનિકોએ યુદ્ધ જીતી લીધું.
ભારતીય જવાનોને સન્માન અને શ્રદ્ધાંજલિ આ દિવસે અર્પિત કરાય છે. કારગિલના દ્રાસક્ષેત્રમાં અને આપણા દેશની રાજધાની નવી દિલ્હીમાં 'કારગિલ દિવસ' મનાવાય છે.
“Salute to our real hero’s”