gajeravidyabhavanguj
“કારકિર્દી હવે માત્ર ડિગ્રી પર આધારિત નથી”


“કારકિર્દી હવે માત્ર ડિગ્રી પર આધારિત નથી”

અત્યારે જમાનો બદલાયો છે ને સાથે સાથે કેરિયરના કન્સેપ્ટ પણ બદલાયા છે. ત્યારે આ વાત બહુ મહત્વની છે. તમારી પાસે ડિગ્રી હશે તો તેમાં કશું ખોટું નથી પણ ડિગ્રી હોય તો તેમાં કશું ખોટું નથી પણ ડિગ્રી હશે તો જ કેરિયર બનશે એ કન્સેપ્ટ હવે રહ્યો નથી.
દુનિયામાં ઘણાં બધા એવા સફળ લોકો આવ્યા કે જેમની પાસે કોઈપણ પ્રકારની ફોર્મલ ડિગ્રી નહોતી છતાં તેમણે બહુ મોટા સામ્રાજ્ય ખડાં કર્યા. અત્યારે દુનિયામાં જે લોકો સફળ મનાય છે. તેવા મોટાભાગના લોકો એવા છે કે જેમની પાસે ફોર્મલ ડિગ્રી જ નહોતી છતાં તેમણે એવી કેરિયર બનાવી કે કોઈને પણ ઈર્ષા થાય. નવી પેઢીને તેમને અનુસરવાનું મન થાય.
એપલનું સામ્રાજ્ય ખડું કરનાર સ્ટીવ જોબ્સ પાસે કોઈ ડિગ્રી નહોતી. સ્ટીવ જોબ્સ કોલેજ ડ્રોપઆઉટ થયા હતા ને છતાં, તેમણે કેવડું મોટું સામ્રાજ્ય ખડું કર્યું તે આપણે જોઈએ છીએ. માઈક્રોસોફ્ટના ચેરમેન બિલ ગેટ્સ પણ ફોર્મલ ફીગ્રી વિના જ મોટું સામ્રાજ્ય ખડું કરી ગયા. અત્યારે ફેસબુક અને વોટ્સએપ બધે છવાયેલાં છે. ફેસબુક સ્થાપક માર્ક ઝુકરબર્ગ છે. ઝુકરબર્ગે પણ કોઈ ડિગ્રી નથી લીધી ને છતાં તેમણે આખી દુનિયા જેના પર વારી ગઈ છે તેવું સામ્રાજ્ય ઊભું કર્યું.
આ વાંચનારા વિદ્યાર્થીઓને થશે કે, સ્ટીવ જોબ્સ કે બિલ ગેટ્સ જેવા લોકો ડિગ્રી વિનાના સફળ થયા એ સાચું પણ એવા લોકોની સંખ્યા કેટલી? બહુ ઓછા લોકો એવા હોય કે જે આ રીતની સફળતા મેળવી શકે. બીજું એ કે સ્ટીવ જોબ્સ, બિલ ગેટ્સ, માર્ક ઝુકરબર્ગ વગેરે ભલે ફોર્મલ ડીગ્રી ના મેળવી શક્યા પણ એ લોકો જિનિયસ તો હતા જ તેથી તેમને સફળતા મળી. બીજી તરફ બધા વિદ્યાર્થીઓ કંઈ જોબ્સ, ગેટ્સ કે ઝુકરબર્ગ જેવા જિનિયસ ના હોય. નવ્વાણું ટકા વિદ્યાર્થીઓ એવરેજ હોય. ઘણામાં સાહસ કરવાની ક્ષમતા ના હોય તો ઘણાના સંજોગો એવા ના હોય. નોકરી પૂરી કર્યા પછી ઘરે આવીને બે-ત્રણ કલાક માટે આ કામ કરીને લોકો પગાર જેટલી જ એક્સ્ટ્રા ઈન્કમ ઉભી કરી લે છે. આ કામમાં ફાવટ આવી જાય પછી નોકરીની ગુલામી છોડનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. કારણકે તમારો આત્મવિશ્વાસ વધશે ને ડિગ્રી વિના પણ કેરિયર બનાવી શકાય છે તે સ્પષ્ટ થશે.
ડિગ્રી વિના કેરિયર નહી બને એ ડર હોય તો હવે કાઢી નાંખજો ને એવી કેરિયર વિશે વિચારજો કે જમાં મજા આવે અને સારું વળતર પણ મળે.
- નયન બી. ત્રિવેદી.