gajeravidyabhavanguj
કંડારીએ કેળવણીની કેડી વાલી સંગાથે-વાલીમિટીંગ

વાલી, બાળક અને શિક્ષક વચ્ચેનો સંબધસેતુ એટલે વાલીમિટીંગ.
મહાન કવિ ગેટ કહે છે કે “બાળક જેટલી શક્તિઓ લઈને જન્મે છે. એનો વિકાસ જો એ જ રીતે થાય તો આ જગત પ્રતિભાઓથી ભરાઈ જાય”

માતા-પિતા અને શિક્ષકોની વિદ્યાર્થી માટેની ફરજ એટલી જ છે કે એને એવું વાતાવરણ પૂરું પાડે કે જેથી વિદ્યાર્થીની પ્રતિભા ખીલી ઉઠે. તેનામાં રહેલી નવી ક્ષમતાઓ વિકસે છે. બાળકને માતા-પિતા અને શિક્ષકોના માર્ગદર્શન અને હૂંફની જરૂર છે. એક શિક્ષક જ વાલી અને વિદ્યાર્થી વચ્ચે મધ્યસ્થી બની બાળકના અભિરુચિ અને કાર્યક્ષમતા જોઈ તેના અભ્યાસ અંગે વાલીશ્રીને માર્ગદર્શન આપી શકે છે.

વિદ્યાર્થીના યોગ્ય વિકાસ માટે વાલી અને શિક્ષક વચ્ચે સુસંવાદ સ્થપાય એ આવશ્યક છે તેથી જ અમારી શાળામાં માસવાર વાલીમીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળામાં કરાવવામાં આવતી શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને બાળકના અભ્યાસને લગતી યોગ્ય માહિતી વિશે વાલીશ્રી સાથે ચર્ચા કરવામાં આવી.
માતા-પિતાના વર્તન-વ્યવહાર બાળક માટે દર્પણ ની ગરજ સારે છે. એક આદર્શ માતા-પિતા પોતાના બાળકની સાથે પ્રેમ અને મમતા ભર્યો વ્યવહાર કરવાની સાથે ભાવિ જીવનમાં આવનારી કઠોર પરિસ્થિતિનો સામનો કરી શકે અને પોતાના માર્ગમાં આગળ વધી શકે તે માટે સજ્જ કરે છે. આથી અમારા બાલભવનમાં વાલીશ્રી માટે ખેલોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાલીશ્રી માટે Adventure Game, Hula Hoop Game જેવી રમત રાખવામાં આવી હતી જેમાં ઘણા બધા વાલીઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો.