top of page
  • Writer's picturegajeravidyabhavanguj

કસરતના ફાયદા

“કરો યોગ, રહો નિરોગ.”

કસરત એ આપણી માનસિક સ્થિતિમાં સુધારાનો મુખ્ય સ્ત્રોત છે. આપણા જીવનમાં કસરતનું આગવું મહત્ત્વ છે. કસરત કરવાથી શરીરમાં તંદુરસ્તીનો અહેસાસ થાય છે. રોજ માત્ર અડધો કલાક કસરત કરવાથી અઢળક સ્વાસ્થ્ય લાભ થાય છે. નિયમિત કસરત કરવાથી અકાળે થતા મૃત્યુની શક્યતામાં નોંધપાત્ર ઘટાડો થાય છે. શારીરિક શિક્ષણએ શિક્ષણનો જ એક ભાગ છે પરંતુ શારીરિક શિક્ષણમાં શિક્ષણના ભાગ તરીકે શારીરિક પ્રવૃતિઓ છે જે બાળકનો સર્વાંગી વિકાસ કરે છે. શારીરિક પ્રવૃતિઓ દ્વારા બાળકોમાં નીડરતા, બળ, બુધ્ધિ, સહનશીલતા અને રોગપ્રતિકારક શક્તિનો વિકાસ થાય છે.

ઘણા વ્યક્તિઓ શારીરિક શિક્ષણને શારીરિક પરીક્ષણ મને છે અને ઘણા વ્યક્તિઓ ઉછળવું, કૂદવું, વ્યાયામ, કસરત અને અન્ય રમતોને શારીરિક પ્રવૃતિઓ માને છે. અલબત્ત આ સમયમાં પણ ઘણા વ્યક્તિઓ પ્રવ્હીન વિચારો સાથે જોડાયેલા છે. પરંતુ સમય તીવ્ર ગતિથી પરિવર્તિત થઇ રહ્યો છે અને વિશ્વની દરેક વસ્તુમાં કંઈક નવું આવી રહ્યું છે. માનવીની સુવિધા અને આરામ માટે મશીન યુગ આવી રહ્યો છે. આપણા બધાં જ કાર્યો, જે પહેલાં માનવી કરતો હતો તે આજે મશીનો વડે થાય છે. તેથી અત્યારના સમયમાં તંદુરસ્તી જાળવવા માટે કસરત એ ખૂબ જ જરૂરી છે.

“कसरत कीजिए, रोग दूर भगाइए,

रोज कीजिए और जीते जाइए |”


કસરત દ્વારા ઘણા ફાયદાઓ થાય છે. જેમ કે,

  • કાર્ય કરવાની ક્ષમતા વધે છે.

  • પ્રવૃતિમાં રસ વધવાની ઉત્સાહ પ્રગટે છે.

  • તંદુરસ્તી જળવાય છે.

  • રોગપ્રતિકારક શક્તિ વધે છે.

  • શિક્ષણનું ધોરણ સુધારે છે.

  • વિચારશક્તિનો વિકાસ થાય છે.

  • પ્રવૃતિઓમાં આત્મવિશ્વાસ વધે છે.

  • જ્ઞાનનો સંગ્રહ કરવાની ક્ષમતા વધે છે.

  • કસરત કરવાથી હાડકાં અને સ્નાયુઓ મજબૂત બને છે.

શિક્ષણના બદલાતા સ્વરૂપ સાથે બાળકની અભ્યાસની પધ્ધતિમાં પણ સંપૂર્ણપણે બદલાવ આવ્યો છે. હાલમાં બાળકો ઓનલાઈન શિક્ષણ લઇ રહ્યાં છે. આ દરમિયાન બાળકોએ ઓનલાઈન ક્લાસ દરમિયાન કસરતના ઊભા દાવ – બેઠક દાવ કર્યા હતા. આ ઉપરાંત દેડકા કૂદ, દંડ બેઠક, લંગડી જેવી પ્રવૃતિઓ પણ કરી હતી. શિક્ષણ અને વિદ્યાર્થીઓ ઉપરાંત વાલી મિત્રો પણ સહભાગી થયા હતા.

2,896 views1 comment

Recent Posts

See All
bottom of page