top of page
  • Writer's picturegajeravidyabhavanguj

“કરો રમકડાં કુચ કદમ”

રંગબેરંગી રમકડા ની ગાડી આવી રે,

નાના-મોટા જોવા ચાલો શું-શું લાવી રે…….



બાળકના જન્મ સાથે પરિવારજનો, સ્નેહીઓ ગિફ્ટ આપે ત્યારે સૌથી પહેલાં વિકલ્પ શું હોઈ શકે? કલરફુલ કપડાં અને જેને જોઇ પ્રત્યેક બાળક આનંદિત થઈ જાય તેવા રમકડાઓ બાળકોને સપ્તરંગી દુનિયામાં રમકડાનું અનેરું આકર્ષણ રહેલુ છે. એવું એકપણ બાળક નહી હોય એનું બાળપણ રમકડાં સાથે રમતા રમતા પસાર ન થયું હોય.



બાળક સાથે બચપણને બચપણ સાથે રમકડાં જેમકે રમકડાં માટીના, લોખંડના, પ્લાસ્ટિકના કે રબરના હોય. બાળકના જન્મ સમયથી તેના ઘોડિયામાં ચકલી, પોપટને રંગબેરંગી રમકડાં આપણે સૌએ જોયા છે. અને ખુદ રમ્યાં પણ છીએ.



બાળ રમકડાં ને કારણે તેમની દ્રષ્ટિ શ્રવણશક્તિ, સ્પર્શેન્દ્રિય, માનસિક વિકાસ અને લાગણીનો વિકાસ થાય છે. દુનિયામાં કોઈ પણ બાળકનું બાળપણ રમતો અને રમકડાં વિના અશક્ય છે. રમકડાં માત્ર મરી જ નહીં તે એક તાલીમ પણ છે .તેથી જ રમકડાં અને શિક્ષણમાં જોડતા બાળકના રસ-રુચિ માં આનંદ ઉમેરતા તે ઝડપથી શીખે છે અને યાદ પણ રાખે છે.




તેથી જ ગજેરા વિદ્યાભવન કતારગામમાં ધોરણ-૨ માં વિષય-ગુજરાતી પાઠ-3 આટલાં બધાં રમકડાં ની પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને વિવિધ માટી માંથી પોતાની કલ્પનાશક્તિ પ્રમાણે રમકડાં બનાવ્યા અને આનંદ મેળવ્યો..

494 views0 comments
bottom of page