gajeravidyabhavanguj
“કરીયર ગાઈડન્સ સ્કોપ એન્ડ ફ્યુચર” - સેમિનાર

વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે-સાથે યોગ્ય માર્ગદશન મળી રહે અને તેમનું ભવિષ્ય ઉજ્જવળ બને તે હેતુથી 12 મી માર્ચનાં રોજ ધોરણ-12 સાયન્સ અને કોમર્સનાં વિદ્યાર્થીઓ માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આપણી જ શાળામાં કાઉન્સેલર તરીકે ફરજ બજાવતા કરણ તમ્હા દ્વારા ખૂબ સારી રીતે PPT પ્રેઝેન્ટેશન દ્વારા કરિયરલક્ષી માર્ગદશન આપવામાં આવ્યું હતું કોમર્સનાં વિદ્યાર્થીઓ માટે ભવિષ્યમાં કેવા પ્રકારની તકો રહેશે અને તેને પહોંચી વળવા માટે શું કરી શકાય તે અંગે વિશદે છણાવટ કરી હતી તેવી જ રીતે સાયન્સના વિદ્યાર્થીઓએ પણ આગળ કેવા પ્રકારનો સ્કોપ છે તથા કઈ તરફ આગળ વધવું તે અંગેની પૂરતી માહિતી રજુ કરવામાં આવી હતી.
કરીયર ગાઈડન્સની સાથે સાથે તેમણે માનસિક રીતે કેવી રીતે તૈયાર રહેવું તથા ચોક્કસ રીતે માઈન્ડ સેટ કેવી રીતે કરી શકાય તે અંગેની પણ સમજ આપવામાં આવી હતી આ સેમિનાર દરમિયાન વિદ્યાર્થીઓને મુંજવતા વિવિધ પ્રશ્નોનું પણ નિરાકરણ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ ખુબ જ મુક્ત મને પ્રશ્નો પૂછ્યા હતાં અને ચર્ચામાં એક્ટીવ રીતે ભાગ લીધો હતો. સેમિનાર બાદ પણ કેટલાંક વિદ્યાર્થીઓ પર્સનલ રીતે મૂલાકાત લઈને પણ પુરતું માર્ગદર્શન મેળવ્યું હતું. આમ, આ સેમિનાર થકી વિદ્યાર્થીઓને એક નવી દીશા પ્રાપ્ત થઈ હતી.