gajeravidyabhavanguj
કરીયર ગાઈડન્સ પર વેબિનાર


કરીયર ગાઈડન્સ પર વેબિનાર

આજના આ સ્પર્ધાત્મક યુગમાં વિદ્યાર્થીઓએ દરેક બાબતમાં અપડેટ રહેવું ખૂબ જ જરૂરી છે. આજે દરેક જગ્યાએ શૈક્ષણિક લાયકાત અને કૌશલ્યને આધારે તથા વિદ્યાર્થીની આવડતને આધારે કામ મળે છે તેમાં પણ ખૂબ જ સ્પર્ધા રહે છે ત્યારે વિદ્યાર્થીઓને વર્ગ-1,2 ની પરીક્ષાઓ સંદર્ભે તથા કેટલીક સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે યોગ્ય માર્ગદર્શન મળી રહે તે હેતુથી તા. 24-12-2020 નાં રોજ એક “કેરીયર ગાઈડન્સ” પર વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વક્તા તરીકે શ્રી સંજયભાઈ પાઘડાળ ઉપસ્થિત રહી ધોરણ-11 નાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ વક્તાશ્રી યુવા ઉપનિષદ પબ્લિકેશનનાં ડિરેક્ટર છે તથા 2005 થી સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગેના તાલિમ વર્ગો આપીને અને વિદ્યાર્થીઓને વર્ગ-1,2,3 ની સરકારી નોકરી અપાવવામાં ખૂબ જ મોટો ફાળો રહ્યો છે તેમણે આ પબ્લિકેશનનાં માધ્યમથી 35 થી વધુ પુસ્તકો પ્રકાશિત કર્યો છે તેમણે આ વેબિનારમાં ધો-11 નાં વિદ્યાર્થીઓ સાથે ખૂબ જ રસપ્રદ ચર્ચાઓ કરી હતી જેમાં UPSC, GPSC, PI, PSI/ASI, STI, DY.S.O./DY. મામલતદાર , ATDO બિન સચિવાલય ક્લાર્ક, હાઈકોર્ટ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, તલાટી, કોન્સ્ટેબલ, TET/TAT-HTAT અને RRB જેવી ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે ખૂબ જ ઉંડાણથી તથા ટેક્નિકલ રીતે રજૂઆત કરી હતી.

બાળકોને મુંજવતા પ્રશ્નોનું નિરાકરણ પણ કર્યું હતું સાથે સાથે IAS અધિકારી બની કલેકટર જેવી પોસ્ટ કેવી રીતે મેળવી શકાય તેના માટે કેવા પ્રકારની તૈયારીઓ કરવાની હોય છે તે અંગે વિષદ છણાવટ કરી હતી સામે વિદ્યાર્થીઓએ પણ આ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગેનાં ઘણા મુંજવતાં પ્રશ્નો રજૂ કર્યા હતાં જેનાં ઉકેલ વક્તા દ્વારા પ્રાપ્ત થયા હતા આમ ખૂબ જ અસરકારક ચર્ચા કરી હતી આ સમગ્ર વેબિનારનું સંચાલન આપણી જ શાળાનાં ગુજરાતીના શિક્ષક શ્રી ભરતભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. આમ, આ વેબિનાર એકંદરે વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી સાબિત થયો હતો અને યોગ્ય સલાહ અને માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું.