top of page
  • Writer's picturegajeravidyabhavanguj

ઓફલાઈન, ઓનલાઈનને વળી ઓફલાઈન.


પરિવર્તનએ સંસારનો નિયમ છે. જીવનને જીવંત, રસમય અને ઉત્કૃષ્ટ એ જ બનાવી શકે, જે અનુકુલન કરી શકે. 22 મી માર્ચ 2020 એટલે સંપૂર્ણ લોકડાઉન. સંપૂર્ણ પણે ફક્ત ઘરમાં, ઘરમાં અને ઘરમાં જ !

આપણે જાણીયે છીએ કે સમસ્યાએ સર્જનની જનની છે. એમ આપણે વિકલ્પ શોધી કાઢયો, કે Work for Home અને સંપૂર્ણ મોટી મોટી કંપનીઓ ઓનલાઈન ધમધમવા લાગી.

એટલે જ ખી શકીયે કે,

કુદતી, નાચતી ખીલખીલાટ ભરી જિંદગી

એક કદમથી અટકી.

છતાં હું તો માનવ છું માણું છું જિંદગી

ભરપુર વટથી.

`જેમ નદીના વહેણ જુદા ન પડે પૂરી જિંદગી

એ નદીના તટથી,

તેમ સમસ્યા આવે ને હલ થઇ જાય ઓ જિંદગી

માનવી છું પ્રભુનો એ ક્રમ દીસે છે ઝડપથી,

ઓફલાઈન હતો, ઓનલાઈનનું રૂપ તો બતાવ્યું જિંદગી

વળી બાજી સટકી,

ઓનલાઈનથી ઓફલાઈનનું રૂપ તો બતાવ્યું જિંદગી

છતાં હું સજ્જ થઈ ગયો જટથી !

ખરેખર, માંડ ઓનલાઈન થી અનુકુલન સાધ્યું ત્યાં વળી ઓફલાઈન ! છતાં, આ માનવી કદી હાર માનીને થંભી ગયો નથી. કારણકે નાનકડા ઝરણામાંથી પણ શીખ મળે છે કે, અકડાવું કરતાં અથડાવું ભલું છે નવી નવી દરેક દિશાઓમાં વિજય તમારી વાટ જોઈ રહી છે એવું માનનાર રાજા જ સમ્રાટ બનતો હોય છે. એટલે અંતિમ શબ્દોમાં માનવી માટે કહી શકું કે,

ચમકીને ખરી પડું એ સિતારો હું નથી.

હારીને બેસી જાઉં એ માનવ હું નથી.

71 views0 comments
bottom of page