gajeravidyabhavanguj
ઓનલાઈન થી ઓફલાઈન શિક્ષણ તરફ –સેમિનાર.

કોવિડ-19 ની પરિસ્થિતિ દિવસેને દિવસે બગડતી જાય છે. ત્યારે આગોત્રુ પ્લાનીંગ ખૂબ જ જરૂરી જ બની રહે છે. કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે પ્લાનીંગ જરૂરી છે માટે જયારે બાળક પહેલા ઓનલાઈન અભ્યાસ કરતો હતો ત્યારબાદ થોડા સમય પહેલા ઓફલાઈન શિક્ષણ મેળવતો થયો હતો આ શિક્ષણ મેળવવાની આખી પરિસ્થિતિ બદલાય ગઈ હતી ત્યારે બાળકોને એજ્યુકેશનમાં કેવી રીતે મદદ મળી રહે તથા પૂરતું માર્ગદર્શન મળી રહે તે હેતુથી ધો-૮ થી ૧૨ના એજ્યુકેટર્સ માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વક્તા તરીકે આપણી શાળામાં કાઉન્સિલર તરીકે ફરજ બજાવતા કરણ તમ્હાને ઉપસ્થિત રહયા હતા તેમને “ઓનલાઈન થી ઓફલાઈન શિક્ષણ તરફ” કેવા-કેવા પ્રકારના પ્રશ્નો ઉપસ્થિત થાય અને તેનો ઉકેલ કેવી રીતે લાવી શકાય તથા બાળક સાથે આપણે કેવી રીતે માઇન્ડસેટ કરી શકીએ એ બાબતે ખૂબ જ ઊંડાણપૂર્વકની ચર્ચા કરી હતી. તથા પ્રશ્નોતરી કરી હતી તે ઉપરાંત પણ આજે આટલા મોટા સમય પછી જયારે બાળકો શાળાએ આવે છે. ત્યારે તેમની માનસિકતાને ધ્યાનમાં રાખીને એક એજ્યુકેટર્સ તરીકે ઘણું ધ્યાન રાખવાનું હોય છે. તે માટેની તાલીમ આપવામાં આવી હતી. અત્યારે જયારે પાછું ઓનલાઈન શિક્ષણ શરૂ થઈ ગયું છે. ત્યારે કેવી રીતે તેમની સાથે કામ લેવું તેની પણ ચર્ચા કરવામાં આવી હતી. આમ, સમયાંતરે એજ્યુકેટર્સ માટે વિવિધ તાલીમો યોજીને તેમને અપડેટ કરવા માટેનો ગજેરા ટ્રસ્ટ તથા શાળા પરિવારનો હંમેશા પ્રયાસ રહે છે. તે માટે હું શાળાના ટ્રસ્ટીશ્રી ચુનીસર અને ગજેરા ટ્રસ્ટનો આભાર માનું છું.