gajeravidyabhavanguj
ઓનલાઇન શિક્ષણ પ્રણાલી
શિક્ષણ એ માનવીના સર્વાંગી વિકાસનું મૂળ છે. શિક્ષણ એટલે ભણતર, મહાવરો અને માહિતીનું જ્ઞાનમાં રૂપાંતર.
" तमसो मा ज्योतिर्गमय"

શિક્ષણ અજ્ઞાનરૂપી અંધકારમાંથી બાળકને જ્ઞાનપ્રકાશ તરફ ગમન કરવા પ્રેરે છે.શિક્ષણ રૂપી જ્ઞાનનો વિકાસ જો અટકી જાય તો બાળક પાન વિનાના ઝાડ સમાન બની જાય છે. જે કદી વટવૃક્ષ થવા પામતું જ નથી. બાળકોનું શિક્ષણ ના બગડે અને કોરોનાથી બાળકોને બચાવવા માટે ઓનલાઇન શિક્ષણ જ એક વિકલ્પ છે ઓનલાઇન શિક્ષણને આપણે આધુનિક નવીન સ્વરૂપ કહી શકીએ.
ઓનલાઇન શિક્ષણ પ્રણાલીને કારણે બાળકોના શિક્ષણ પ્રત્યે માતા-પિતા પણ વધુ સભાન બન્યા છે શાળાના શિક્ષકો દ્વારા અપાતું શિક્ષણ મહદઅંશે નીવડયું છે.શિક્ષણ આપણા જીવનનો મૂળ આધાર છે આજના ઝડપી યુગમાં ઓનલાઇન શિક્ષણનું મહત્વ ઘણું આવશ્યક બની ગયું છે ડિજિટલ વર્ગખંડો એટલા આધુનિક થઈ ગયા છે કે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે ની ક્રિયા પ્રતિક્રિયા વાસ્તવિક વર્ગખંડની જેમ જળવાઈ રહે છે.
બાળકો ઓનલાઇન વર્ગો સાથે ટેકનોલોજીનો ઉપયોગ કરવાની નવી રીતો શીખી રહ્યા છે માતા-પિતાની સામે ચાલતા વર્ગો થી તેઓ શિક્ષકો અને બાળકોનું સરળતાથી મૂલ્યાંકન કરી શકે છે.ઓનલાઇન શિક્ષણ માં શિક્ષક ગુગલ મીટ અથવા અન્ય એપના માધ્યમથી પોતાના વિદ્યાર્થીઓ સાથે જોડાઈ શકે છે તે ઉપરાંત, ફાઈલલીંક, વેબપેજ ,વિડિયો, ઓડિયો દ્વારા શિક્ષક વિષય ના સંબંધીત તથ્ય વિદ્યાર્થી સુધી પહોંચાડી શકે છે.
વિદ્યાર્થીનો બહુમુખી વિકાસ થઈ રહ્યો છે. ઓનલાઇન સંગીત,નૃત્ય, યોગ, ચિત્રકામ જે સરળતાથી શીખી શકે છે.
"शिक्षा कभी भी व्यर्थ नहीं, भले ही वह किसी भी तरह ग्रहण की गई हो|"