top of page
  • Writer's picturegajeravidyabhavanguj

ઓઝોન ડે (૧૬ સપ્ટેમ્બર)


સૂર્યના વિનાશક અલ્ટ્રાવાયોલેટ કિરણોથી આપણને બચાવતા પૃથ્વીની આસપાસ ઓઝનના પાતળા થઈ રહેલા આવરણને બચાવવા માટે ૧૬ સપ્ટેમ્બરે લોકોને જાગૃત કરવા ઓઝોન દિવસ ઉજવવામાં આવે છે. કોવિડ મહામારીને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન ને કારણે કુદરતે સ્વયં પર્યાવરણ દિવસ જાતે ઉજવી આનંદ મળ્યો. જાણે કુદરતે માનવીના ત્રાસમાંથી મુક્તિ મેળવી. પરિણામે કાર્બનડાયોકસાઈડ વાયુનું પ્રમાણ ઘટ્યું અને ઓઝોન છિદ્ર પુરાવા લાગ્યાના ખુશખબર વૈજ્ઞાનિકોએ આપ્યા. જે આપણને ઘણું સમજાવી જાય છે.



પૃથ્વીની ફરતે 20 કિ.મી.થી વધુ ઊંચાઈએ ઓઝોન વાયુનું સ્તર આવેલું છે. જે સૂર્યના પારજાંબલી કિરણોને પૃથ્વી પર આવતા રોકે છે. ઓઝોનવાયુનું આ પડ પૃથ્વીની સપાટી ને ગરમ થતા થવા દેતું નથી કે સખત ઠંડુ પડવા દેતું નથી. આમ વાતાવરણમાં સમતુલા જાળવી રાખવા ઓઝોન પડ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. પરંતુ માનવીની સ્વાર્થી પ્રવૃત્તિને લીધે તેમાં છિદ્રો પડી રહ્યા છે. તે મોટું થતાં પૃથ્વીનું રક્ષાકવચ તૂટવાનું ભયંકર પરિણામ આવશે. જો આપણી રહેણીકરણી માં સુધારો નહિ લાવીએતો 2050 સુધી પૃથ્વી માનવી વિનાનો એક ગોળો બની જશે.

ગજેરા વિદ્યાભવન ગુજરાતી માધ્યમમાં વિશ્વ ઓઝોનદિન નિમિત્તે વિદ્યાર્થીઓને PPT દ્વારા જાગૃત કરવામાં આવ્યા હતા. અને વિદ્યાર્થીઓએ ઓઝોન વાયુ સુરક્ષિત રાખવા શપથ લીધી હતી. તો આવો! આપણે હવે લોકડાઉન માંથી અનલોક થઇ રહ્યા છીએ ત્યારે આપણી જીવન શૈલી એવી બનાવીએ કે ઓઝોન પડને સુરક્ષિત- અખંડ રાખીએ.

1,066 views0 comments
bottom of page