gajeravidyabhavanguj
એલોન મસ્ક

એલોન મસ્ક એ એવો વ્યક્તિ છે કે જે દુનિયાને જ બદલી શકે તેમ છે. આજકાલ એક નવયુવાન બિઝનેસ મેગ્નેટ તથા વૈજ્ઞાનિક અને એન્જીનિયર તરીકે એમની બોલબાલા સંપૂર્ણ દુનિયામાં જોવા મળી રહી છે. એમને મળવા કોઈપણ દેશના પ્રેસિડેન્ટ અને સત્તાધીશો પણ આતુરતા દેખાડી રહ્યા છે. એવા એ એલોન મસ્ક કે જેને માણસો ઇલેક્ટ્રિક સુપરકાર ટેસ્લાના માલિક તરીકે પણ ઓળખે છે. માત્ર ટેસ્લા કંપનીની કારો જ નહિ પરંતુ પોતાની સ્પેસ એક્સ કંપની કે જેમનો ઉદ્દેશ સામાન્ય લોકોને પણ અંતરીક્ષની સફર કરાવવાનો છે તેમના પણ સંસ્થાપક એલોન મસ્ક જ છે.
એલોન મસ્કનો જન્મ દક્ષિણ આફ્રિકામાં થયો હતો અને બાળપણમાં તેમને પુસ્તકો વાંચવા ખુબ ગમતા હતા. તે ૧૦ વર્ષની ઉંમરે કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ શીખ્યા અને ૧૨ વર્ષની ઉંમરે “બ્લાસ્ટર” નામની વિડીયો ગેમ બનાવી. તેમણે ૧૯૯૯માં તેમની સોફ્ટવેર કંપની “Zip2” નો સોદો કરીને તેમાંથી આવેલા નાણા તેમણે X.Com નામની કંપની પર લગાવ્યા. જેને આજે આપણે PayPal નામે ઓળખીએ છીએ. જે પછી તેમણે અંતરીક્ષ પર શોધખોળ કરી અને કંપનીની સ્થાપના કરી જેનું નામ “SPACEX” છે. ૨૦૦૪ની સાલમાં તેમણે ટેસ્લા કંપનીમાં નોકરી મેળવી અને સખત મહેનત બાદ ૨૦૦૮માં ટેસ્લા કંપનીના માલિક બન્યા. આ બંને કંપનીના ઉદ્દેશ ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટેના છે. જેમાં SPACEX ભવિષ્યમાં લોકોને બીજા ગ્રહો પર જીવનની સંભાવના દર્શાવે છે. જયારે ટેસ્લા ભવિષ્યમાં આવનારા ઇલેક્ટ્રિક ઉપકરણોની સંભાવના પરિપૂર્ણ કરે છે. તેમને પોતાની સંપતિની અડધી સંપતિથી મંગળ ગ્રહ પર બેઝ બનાવવા માટે ખર્ચ કરવા ઈચ્છે છે.
સોલાર પાવર બનાવવાવાળી વિશ્વની બીજા નંબરની કંપની SolarCity પણ એલોન મસ્કની જ છે. જે કોઈપણ પ્રદુષણ વગર સૂર્યઊર્જાને વિદ્યુત ઉર્જામાં પરિવર્તિત કરે છે. આવી ટેકનોલોજીથી ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓને ઘટાડી શકાય. તેમને એક “ન્યૂરાલીંક” નામની કંપનીની સ્થાપના કરી જેનાથી મનુષ્યની કામ કરવાની સ્પીડ અને વિચારવાની ક્ષમતાનો વિકાસ કરી શકાય. આ ન્યૂરાલીંકની મદદથી મનુષ્યનું મગજ કોમ્પ્યુટર સાથે સરળતાથી જોડાઈ શકાશે. જેથી આપણે કોમ્પ્યુટરને મગજથી ચલાવી શકશું. થોડા સમય પહેલા જ તમે આ વ્યક્તિ વિષે સાંભળ્યું હશે કે તે ટૂંક સમયમાં જ તેઓ દુનિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે.