top of page
  • Writer's picturegajeravidyabhavanguj

એક વિદ્યાર્થીના જીવનમાં શિક્ષકોનું યોગદાન

દરેક વિદ્યાર્થીના જીવનમાં ઘણા લોકોનું યોગદાન હોય છે. એમાં “શિક્ષકનું યોગદાન” એ ઘણું મહત્વનું છે.સરળ રીતે કહીએ તો ‘શિક્ષા આપે તે શિક્ષક’. જે જીવન ઘડતરમાં મદદરૂપ થાય અને જીવનના મૂલ્યોની સાચી સમજ આપે એ શિક્ષક. શિક્ષક ફક્ત ભણાવવાનું જ કામ કરતા નથી પણ સાથે વિદ્યાર્થીના જીવનમાં સારા સંસ્કારોનું સિંચન કરી પાયો મજબૂત બનાવે છે. વિદ્યાર્થીમાં રહેલ રસ પ્રમાણે તેના જીવનની દિશા નક્કી કરવામાં મદદ કરે છે.

શિક્ષક વિદ્યાર્થીઓને ફક્ત શીખવતા જ નથી પણ તેમની પાસેથી ઘણું શીખતા પણ હોય છે. આમ, કમ્પ્યુટરની ભાષામાં કહીએ તો ‘ઈનપુટ’ તો આપે જ છે, પણ સાથે ‘આઉટપુટ’ પણ લેતા હોય છે.શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ કંઈક અલગ જ હોય છે. જેમાં વિદ્યાર્થી તોફાની, પ્રશ્નો પૂછનારો, શંકા કરવાનો, વિચારો રજુ કરનારો.જયારે શિક્ષકનું કામ જ શાંત અને સ્થિર મનથી આ બધું પચાવીને વિદ્યાર્થીને પોતાનો બનાવવાનું છે.વિદ્યાર્થી આજે પણ શિક્ષકને સમર્પિત થવા તૈયાર છે, જરૂર છે. “ શાંત ચિત્ત શિક્ષકની”...


“નાનપણમાં જયારે સમજણની હતી ગેરહાજરી

ત્યારે એકડે એકથી જીવનમાં સમજણની જેણે પુરાવી હાજરી

એ જ તો કહેવાય શિક્ષક...

જયારે કોઈને માન આપવાનું નહોતું ભાન...

ત્યારે એકડે એકથી શીખવાડ્યું જેમને બધાને અપાવતા સન્માન.

એ જ તો કહેવાય શિક્ષક...

જયારે શૂન્ય હતું ભણતર અને શૂન્ય હતું ગણતર

ત્યારે એકડે એકથી જેમના માર્ગદર્શન થકી ચણ્યું જ્ઞાનનું ચણતર.

એ જ તો કહેવાય શિક્ષક...”

1,094 views1 comment

Recent Posts

See All
bottom of page