gajeravidyabhavanguj
એક પાત્રીય અભિનય સ્પર્ધા
શાળામાં બાળક શિક્ષા તો ગ્રહણ કરે જ છે.પરંતુ ત્યાં તેની સુષુપ્ત શક્તિઓનો પણ વિકાસ થાય છે. બાળકોમાં છુપાયેલી આ સુષુપ્ત શક્તિઓ શિક્ષક પોતાના સતત અવલોકન દ્વારા ઓળખી તેને બહાર લાવવાનો સંપૂર્ણ પ્રયત્ન કરે છે. આ શક્તિઓ ખીલવવા માટે સ્પર્ધા એક સારું પ્લેટફોર્મ છે. જેના દ્વારા બાળકોનો સ્ટેજ ફીઅર દૂર થાય છે અને તેને ખુલ્લા આકાશમાં ઉડવાની સોનેરી પાંખો મળી રહે છે.એક પાત્રીય અભિનય એટલે લાગણીઓના વિવિધ સ્વરૂપોને દર્શાવતી કળા જે અભિનય વગર શક્ય નથી. આજકાલ એકોક્તીની ખૂબ જ બોલબાલા છે. હવે પ્રશ્ન એ થાય કે આ એકોક્તી શું છે ? એક પાત્રીય અભિનય શું છે ? તો ચાલો તેના પર થોડો પ્રકાશ પાડીએ.

વૈયક્તિક અભિવ્યક્તિ કરવાના ઘણા પ્રકાર છે. નૃત્ય અને સંગીતની વાત ન કરીએ અને માત્ર અભિનયની વાત કરીએ તો પાંચ પ્રકારનું વર્ગીકરણ કરી શકાય. પહેલો પ્રકાર મિમિક્રી નો છે.બીજો પ્રકાર એકોક્તીનો છે. ત્રીજો પ્રકાર એક પાત્રીય અભિનય છે, ચોથો પ્રકાર માઈમ, પાંચમો પ્રકાર એક વ્યક્તિનું નાટક.
એકોક્તી અને એક પાત્રીયમાં મૂળભૂત ફેર એ વિવિધ પાત્રો ઉભા કરવાનું છે એકોક્તી એક પાત્ર વતી બોલે છે અથવા અભિનય કરે છે. એક પાત્રીયમાં એને એક કરતાં વધુ પાત્રો સામે ઉભા કરવા પડે અને એ પાત્રો સામે અભિનય કરવો પડે એક કાળજી રાખવાની છે કે કલાકારોએ અભિનય એક જ પાત્ર કરવાનો છે પણ અલગ અલગ કલ્પિત વ્યક્તિ સામે જો એ બીજા પાત્રોનો અભિનય કરે તો ફરી એકવાર માં મિમિક્રીની કક્ષામાં મૂકાય જાય. એટલે એક પાત્રીય અભિનય નાટક ના વિભાગમાં ગણાય અને એકોક્તીએ વ્યક્તિત્વના વિભાગમાં ગણાય.
અભિનયની માનવીના માનસપટ પર લાંબા સમય સુધી અસર રહે છે. તેથી શિક્ષણમાં પણ અભિનયનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી બાળકો અધરી વસ્તુને ખૂબ સરળતાથી સમજે છે. અભિનય કળા બાળકોની કલ્પના શક્તિને પણ ખીલવે છે. પોતે જાતે વિચારતા પણ થાય છે. આમ અભિનયએ આપણી સંસ્કૃતિનો વારસો છે.
આજે તા:20/07/2021 ના રોજ ગજેરા વિદ્યાભવનમાં ધો - 1 અને ધો – 2 માં એક પાત્રીય અભિનય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 57 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં વાલીશ્રી દ્વારા ઘરેથી જ બાળકોના ઉત્તમ વિડીયો બનાવી Online સ્પર્ધા કરવામાં આવી હતી. આમ નાના નાના ભૂલકાઓએ પોતાની કાળી-ધેલી ભાષામાં સૌનું મન મોહી લીધું હતું. જે બદલ ગજેરા શાળા પરિવાર તમામ બાળકો તેમજ વાલીશ્રીને અભિનંદન પાઠવે છે. આ તકે આપ સૌ વાલીશ્રીનો ખૂબ ખૂબ આભાર.