gajeravidyabhavanguj
એકેડેમીક બુસ્ટર પ્રોગ્રામ અંતર્ગત વેબિનાર.

વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સાથે વિષયોનું પ્રેક્ટીકલ જ્ઞાન મળી રહે અને વિષયોનું ઊંડાણપૂર્વકનું જ્ઞાન મળી રહે તેનો વ્યવહારમાં ઉપયોગ કેવી રીતે કરી શકાય તેનું કૌશલ્ય પ્રાપ્ત કરી શકે તે હેતુથી ધો-11 કોમર્સનાં વિદ્યાર્થીઓ માટે એક વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લક્ષ્મી વિદ્યાપીઠ સરીગામ ખાતે આવેલ BBA કોલેજનાં અધ્યાપક પ્રિયાંશુ સીંઘ ધ્વારા આંકડાશાસ્ત્ર વિષયમાં “માહિતીનું એકત્રીકરણ અને રજૂઆત” એકમ પર ખૂબ જ અસરકારક અને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન ધ્વારા તથા કમ્પ્યુટર પર લાઈવ ડેટા એનાલિસીસ કરીને વિદ્યાર્થીને સમજ પૂરી પાડવામાં આવી હતી. એક્સેલ ધ્વારા માહિતીને કઈ રીતે રજૂ કરી શકાય તથા તેની ગણતરી કેવી રીતે કરી શકાય તેની સમજ ખૂબ જ સરળ ભાષામાં આપવામાં આવી હતી વિદ્યાર્થીઓ જે પોતાના પાઠ્યપુસ્તકમાં થીયરી ભણે છે તેનો પ્રેક્ટીકલ ઉપયોગ કેવી રીતે વ્યવહારમાં કરવો આ અંગે સમજ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ જરૂરી હોય છે કારણ કે જયારે વિદ્યાર્થીઓ શાળા કક્ષાએથી શિક્ષણકાર્ય કરીને કોલેજમાં જાય છે ત્યારે સાથે-સાથે ઈન્ટરશીપનું પણ કાર્ય કરતાં હોય છે ત્યારે પ્રેક્ટીકલ જ્ઞાનની વધારે જરૂર પડતી હોય છે ત્યાં આપણી શાળાનાં બાળકો પાછા ન પડે અને તેની સારી એવી સ્કીલ વિકસે તેવા પ્રયત્નો શાળા કક્ષાએથી કરવામાં આવી રહ્યાં છે આવા પ્રકારનાં વેબિનાર વર્ષ દરમિયાન ચાલશે અને વિદ્યાર્થીઓ તેનો ભરપૂર લાભ લે તે જરૂરી છે માટે શાળા પરિવાર ધ્વારા જે આ નવતર પ્રયોગો કરવામાં આવે છે તે બાળકોને વધારે સારું શિક્ષણ મળી રહે તે માટે કરવામાં આવી રહ્યાં છે આ તબક્કે આ વેબીનારનો લાભ લેનાર તમામ વિદ્યાર્થીઓને હું અભિનંદન પાઠવું છું.
આચાર્ય
ડૉ.ભાવેશ ઘેલાણી