gajeravidyabhavanguj
એક અનોખો પ્રેમનો રંગ .....ભાઈ-બહેન ને સંગ .....રક્ષાબંધન
“ભાવ-સ્નેહનું સતત સર્જન,
એકંદરૂ બંધન રક્ષાબંધન.
રેશમનો તાર, એક અનોખો સાર.
ભીંજાય એમાં આખો સંસાર.”
ખરેખર દુનિયાના તમામ રંગો માં પ્રેમનો રંગ ઈશ્વરની કૃતિની શ્રેષ્ઠ રચના છે. કારણ કે પ્રેમ એ માણસને વિનય, વિવેક અને શાંતિ શીખવે છે. તેથીજ સમગ્ર સૃષ્ટિમાં પ્રેમ ને ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે.
અરે! તો પ્રેમની જ વાત કરવામાં આવે તો તેમાં ભાઈ-બહેનનો પ્રેમ એ અતૂટ પવિત્ર બંધન છે. ભાઈ-બહેનનો પ્રેમ ખૂબ જ પવિત્ર હોય છે. અને તેથી જ સદીઓથી આપણા ભારત દેશમાં રક્ષાબંધનના તહેવારને ખૂબ હર્ષોલ્લાસથી મનાવવામાં આવે છે. આથી જ કદાચ ભગવાન પણ આ રક્ષાબંધનના પવિત્ર તહેવારને માણવા જ પૃથ્વી પર આવ્યો હશે.
બસ આજ સુંદર સ્મૃતિને ફરીથી લીલીછમ બનાવવા ગજેરા વિદ્યાભવન-કતારગામ ખાતે આજરોજ વિદ્યાર્થીઓ દ્વારા રક્ષાબંધનનો તહેવાર ખૂબ ધામધૂમથી મનાવવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં તમામ બહેનોએ દરેક ભાઈને સુંદર મજાની રાખડી બાંધી વાતાવરણ લાગણી ભર્યું બનાવી દીધું હતું. જયારે ભાઇઓએ ચોકલેટથી બહેનોનું મોં મીઠું કરાવ્યુ ત્યારે જ દૃશ્ય સર્જાયુ હતું તે ખૂબ જ અવિસ્મરણીય હતું. શાળામાં ઉપસ્થિત દરેક આંખમાંથી આ કાર્યક્રમને માણતા ચોક્કસ એક અશ્રુ તો પડ્યું જ હશે!
આમ લાગણીઓના મીઠા ફુવારા સાથે શાળામાં ભાઈ-બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધન ના કાર્યક્રમની ખૂબ સુંદર રીતે પૂર્ણાહુતિ થઇ હતી.
અરે! ઉભા રહો હજુ અહીંથી જ આ વાત પૂર્ણ થતી નથી. ગજેરા વિદ્યાભવન-કતારગામ ખાતે ધોરણ ૫ થી ૭માં પણ રક્ષાબંધનના પર્વ નિમિત્તે જોવા જેવું દ્દશ્ય સર્જાયું. હતું
અરે! રક્ષાબંધનના દિવસને યાદગાર બનાવવા ધોરણ ૫થી ૭ના વિદ્યાર્થીઓ માટે પણ રાખી મેકિંગ ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પણ વિદ્યાર્થીઓએ તેમની ઉચ્ચ કલાનું પ્રદર્શન કરતાં ઉત્તમ થી અતિ ઉત્તમ રાખડીઓ બનાવી હતી. આમ ત્યાં ઉપસ્થિત દરેક નિત-નવી રાખડીઓ જોવાનો અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો હતો આમ ખરેખર ત્યાં ઉપસ્થિત દરેકે આ કાર્યક્રમનો નજારો કદાચ પોતાની આંખમાં એક મીઠી યાદ બનાવીને કેદ કરી લીધો હશે!
આમ ગજેરા વિદ્યાભવન-કતારગામ શાળામાં રક્ષાબંધનના કાર્યક્રમને એક સુંદર આકાર આપી કાયમ યાદ રહી જાય તેવી મીઠી યાદ રહી જાય એવી મીઠી યાદ સાથે પૂર્ણ કરવામાં આવ્યો હતો.
છેલ્લે આ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ભાઈ-બહેનના પ્રેમને કેવી રીતે દર્શાવે છે તે એક પંક્તિ દ્વારા રજુ કરીશ
“આવે બેનડી, બાંધે વિરાને રાખડી.
વીરા ને ખુશ જોઈને ઠરે એની આંખડી,
અક્ષતથી વધાવે ને આરતી ઉતારે,
ઓવારણા લઈને મોં માં મૂકે સાકરની ગાંગડી.”