top of page
  • Writer's picturegajeravidyabhavanguj

ઊર્જા અને કલાઈમેટ ચેન્જ સેમીનાર.

ગુજરાત સરકારના ક્લાઈમેટ ચેન્જ વિભાગ, હસ્તકના “ગુજરાત ઊર્જા વિકાસ એજેન્સી (GEDA)” ગાંધીનગરના સહયોગથી બાલ ઊર્જા રક્ષક દળ(BURD)-2021-22 કાર્યક્રમ અંતર્ગત જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર (District Community Science Center) -સુરત દ્વારા અમારી શાળામાં આજ રોજ તા.01/12/2021 ના રોજ પ્રાથમિક/માધ્યમિક વિભાગના ધો.8 થી 9 ના બાળકો/શિક્ષકો માટે “ચિરસ્થાયી (ટકાઉ) ઊર્જા અને કલાઇમેટ ચેન્જ અંગે જાગૃતતા કાર્યક્રમ (Awareness Generation Programmers on Sustainable Energy & Climate Change) યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં બાળકો માટે ઊર્જા બચત અને પર્યાવરણ સંરક્ષણ, ક્લાઈમેટ ચેન્જ પ્રત્યે જાગૃત અને કોન્સીયસ બને અને ઊર્જાનો કાર્યક્ષમ અને વિવેકપૂર્વક ઉપયોગ કરતા થાય પુન:પ્રાપ્ત/હરિત જેવા ઊર્જા જેવા વૈકલ્પિક સ્ત્રોતો અને કાર્યક્ષમ ઉપકરણોના ઉપયોગ ધ્વારા ઊર્જાની કટોકટીને અમુક અંશે નિવારી શકાય જેવા વિષયો પર માર્ગદર્શન-પ્રવચન (વાર્તાલાપ, ડોક્યુમેન્ટરી ફિલ્મ, પોસ્ટર પ્રદર્શન અને પ્રશ્નોતરી (ક્વીઝ) વગેરે પ્રવૃત્તિ ધ્વારા 9.45 am/pm થી 12.00 am/pm દરમિયાન 2:30 થી 3 કલાકના સમયમાટે વિસ્તૃત માર્ગદર્શન CSC-Surat તરફથી ઉપસ્થિત પ્રોગામ કો-ઓર્ડીનેટર/ તજજ્ઞશ્રી જી.એન.કાકડીયા દ્વારા આપવામાં આવ્યું, આ કાર્યક્રમમાં શાળાના પ્રાથમિક/માધ્યમિક (ધો.8 & 9) વિભાગના 120 જેટલા વિધાર્થીઓ/શિક્ષકોસહભાગી થયા હતા.


58 views0 comments

Recent Posts

See All
bottom of page