gajeravidyabhavanguj
ઉર્જા અને ક્લાઈમેટ અંગે જાગૃતિ કાર્યક્રમ
Updated: Dec 3, 2021
આજે વિશ્વમાં ક્લાઈમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગની સમસ્યા જોવા મળે છે આને લીધે માનવ જીવન તથા બીજા સજીવો પર તેની હાનિકારક અસર થાય છે. તો તેના પ્રત્યે સભાનતા કેળવવા માટે બાલ ઉર્જા રક્ષક દળ 2021-22 અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. જે ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી ક્લાઈમેટ ચેન્જ વિભાગ ગુજરાત સરકાર દ્વારા યોજવામાં આવેલો હતો. આ કાર્યક્રમમાં શાળાના ધોરણ -7 ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તથા ખૂબ જ ઉત્સાહપૂર્વક સહભાગી થયા હતા. આ કાર્યક્રમમાં અલગ-અલગ ટોપીક જેવા કે ઉર્જા ના પ્રકારો અને સ્વરૂપો ઊર્જાના સ્ત્રોતો ,ઊર્જાનો રોજિંદા જીવનમાં ઉપયોગ વીજળી કેવી રીતે ઉત્પન્ન થાય છે? વીજમથક શા માટે ?વીજ બચત કેવી રીતે ? વગેરે વિશે ખૂબ જ સરસ રીતે સમજાવ્યું. બિન પરંપરાગત ઊર્જાના પાચ પ્રકારો તથા તે માટે ઉપયોગમાં આવતા વિવિધ સાધનો વિશે પણ PPT દ્વારા જી.એન. કાકડિયાએ માહિતી આપી. ગ્લોબલ વોર્મિંગ અને ક્લાયમેટ ચેન્જ દર્શાવતા વીડિયો ક્લિપ બતાવવામાં આવી
જેથી વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક નિહાળી શકે ત્યારબાદ સંપૂર્ણ કાર્યક્રમ સંબંધિત પ્રશ્નોની ક્વિઝ રાખવામાં આવી જેથી વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જવાબ આપી શક્યા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુઓ વિદ્યાર્થીઓ ઉર્જા વિશે સભાનતા કેળવવા તથા વ્યવહાર જીવનમાં તેનો ઉપયોગ કરી આપણા વાતાવરણ ને બચાવી શકે.