top of page
  • Writer's picturegajeravidyabhavanguj

ઉત્સવ તીન રંગો કા- પ્રજાસત્તાક દિવસ


ભારત એક સંસદીય પ્રણાલીની સરકારવાળો એક સ્વતંત્ર પ્રભુસત્તા સંપન્ન સમાજવાદી લોક તંત્રાત્મક ગણ રાજ્ય છે.

"ઉત્સવ તીન રંગો કા આજ સજ્જા હૈ,

આજ ઉન સભી કો નમન કરના હૈ,

જિસને ઈસ ભારત દેશ કો બનાયા હૈ"

પોતાની દિવ્ય શક્તિઓથી સમગ્ર વિશ્વમાં ઉજાગર થનારી માં ભારતીયના ચરણોમાં કોટી કોટી વંદન કરવાનો સોનેરી દિવસ એટલે ૨૬મી જાન્યુઆરી.

આપણો ભારત દેશ ધર્મ નિરપેક્ષ, પ્રજાસત્તાક અને સંસદીય પ્રણાલી ધરાવનાર દેશ છે. આપણા દેશમાં સંચાલન, દિશાનિર્દેશન તથા તમામ કાયદાઓનો સંગ્રહ કે જેને આપણે સર્વોચ્ચ કાયદો કહી શકીએ. એ ભારતનું બંધારણ છે. દેશમાં બંધારણ મુજબ શાસન વ્યવસ્થા ચાલે છે.

ભારતનું બંધારણ ૨૬ નવેમ્બર ૧૯૪૭ના દિવસે બંધારણ સભામાં પસાર થયું હતું અને ૨૬ મી જાન્યુઆરી ૧૯૫૦ ના દિવસે કાયદાકીય રીતે અમલમાં મૂકવામાં આવ્યું હતું.

ડો.બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીએ ભારતમાં બધાને સમાન અધિકાર અને હક મળે તે માટે ભારતના બંધારણની રચના કરી. ભારતનું સંવિધાન દુનિયાનું સૌથી મોટું લેખિત સંવિધાન છે.

આપણા સંવિધાન આપણને વિવિધ મૂળભૂત હકો અપાવ્યા છે. જેને બંધારણીય માન્યતા હોવાથી તે સર્વોપરી છે અને દરેક ભારતીયને લાગુ પડે છે.

જે શહીદોના પ્રતાપે આ દેશ આઝાદ થયા તેમના બલિદાન અને ભારતની ગૌરવ ગાથા થી બાળકો પરિચિત થાય એ હેતુથી અમારા બાલભવનમાં ૨૬મી જાન્યુઆરી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી.

ક્રાફ્ટ એક્ટિવિટી દ્વારા બાળક ને કોલાઝ વર્ક, ભીંડા નું છાપકામ, રંગપુરણી દ્વારા બાળકને રાષ્ટ્રીય ધ્વજ ના ત્રણ રંગની ઓળખ કરવવામાં આવી. જુ.કેજી. અને સિ.કેજી. બાળકો માટે પ્રતિજ્ઞા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ ધ્વજારોહનની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.


1,041 views0 comments
bottom of page