gajeravidyabhavanguj
ઈશ્વરનું બીજું સ્વરૂપ ડોક્ટર-Happy Doctor's Day
“એક ભગવાન રામ ને ઈન્સાન કે વેશ મે જન્મ લિયા થા,
ઔર એક ડોક્ટર હે જો ભગવાન કે રૂપ મે ધરતી પર જન્મે હૈ”

મનુષ્યના સંવેદનાનો કોઈ સાચો મિત્ર હોય તો તે ડોક્ટર છે ગરીબ કે તવંગર બનેનો એ નિકટનો મિત્ર છે, એને મત કોઈ ન્યાત કે જાતનો ભેદભાવ નથી એને મત બધા જ દર્દીઓ વહાલા છે એનો ધર્મ માત્ર માનવ સેવા ધર્મ છે. દર્દીની સારવારમાં એનું સાચું નિદાન એને મન મહત્તમ છે, બાકી બધું ગૌણ છે વિધાતાની સામે તે હંમેશાં ઝઝૂમતો રહે છે. કોઈક વાર નાસીપાસ થઈ જાય તો તે પહેલા એના જ્ઞાન તેમજ સારવારનું પૃથ્થકરણ કરતો રહે છે. દર્દીની સારવારમાં
કોઈ ક્ષતિ ન રહી જાય તેની પૂરેપૂરી કાળજી તે રાખતા હોય છે. કોઈ પણ સમય એનો પોતાનો સમય નથી હોતો એ તો દર્દીઓનો સમય સાથે જ જીવતો હોય છે. સમાજનું એ અલંકાર છે, દર્દીનું હાસ્ય એના મતે સુખ નો દરિયો છે અને એના આંસુ પીછવા એ હરહંમેશ તત્પર રહે છે. પ્રસવમાં શિશુનો સફળ જન્મ એના આનંદનું એક આહલાદક પાસું છે દર્દીનું મૃત્યુ એનો મત એની હાર છે. વિજયના આનંદ કરતા હારનો આક્રંદ એને હંમેશા સતાવતો રહે છે. આમ ડોક્ટર એ માત્ર એક વ્યવસાય નથી પરંતુ જીવનને વધુ સારી રીતે જીવી શકાય એવી શીખ આપવાની એક પદ્ધતિ છે.
તબીબી ક્ષેત્રે સર્વોચ્ચ કાર્ય કરનાર બિધાનચંદ્ર રોય જેમને ભારતનાં સર્વોચ્ચ નાગરીક સન્માન ‘ભારત રત્ન’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમને આઝાદ ભારતનો દરેક નાગરિક સ્વતંત્ર બને અને સાથે શારીરિક તેમજ માનસિક રીતે તંદુરસ્ત બને તેવું સ્વપ્ન સેવ્યું હતું અને તેને પૂર્ણ કરવા અથાગ પરિશ્રમ પણ કર્યો હતો. ડૉ. બિધાનચંદ્ર રોય ના જન્મદિવસની ઉજવણ ના ભાગ રૂપે દર વર્ષે ૧લી જુલાઈના રોજ ‘ડોક્ટર્સ ડે’ તરીકે ઉજવવામાં આવે છે.
“ડોક્ટર ઈસ વાસ્તવિક સંસાર કે વાસ્તવિક,
હિરો હોતે હૈ જો જીવન કી રક્ષા કરતે હૈ”
આપણા હિન્દુધર્મમાં ધન્વંતરિને ભગવાન વિષ્ણુના અવતાર માનવામાં આવે છે. તેનો ઉદભવ સમુદ્રમંથન વખતે થયો હતો તેવો આરોગ્યના દેવ છે અને તેથી જ તો આજના વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં ડોક્ટરને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે.
હાલમાં પણ આવી પડેલી વિકટ કોરોનાકાળ જેવી પરિસ્થિતિમાં પણ ડોક્ટર છે નિષ્ઠાપૂર્વક કોરોના વોરીયર્સની ભૂમિકા નિભાવી છે. તે આપણને સૌને માણસપટ પર હંમેશા અંકિત રહેશે. પોતાના જીવનની ચિંતા કર્યા વગર પોતાના દર્દીઓના જીવ બચાવવા તેઓ તમામ
પ્રયાસ કરે છે અને તેથી જ ડોક્ટર્સના આ યોગદાનને સન્માનિત કરવા માટે આજરોજ અમારા બાલભવનમાં ડોક્ટર્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ડોક્ટર્સ ડે ની સમજૂતી આપવામાં આવી અને શિક્ષકોએ ડાન્સ દ્વારા ડોક્ટરના કાર્ય વિશે સમજૂતી આપી અને ડોક્ટર્સનો આભાર વ્યક્ત કર્યો. ડોક્ટર્સ ડે નિમિત્તે અમારા નાના નાના ભૂલકાઓએ પોતાના ફેમિલી ડોક્ટરને થેન્ક્યુ કાર્ડ આપી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ કોરોનાની ત્રીજી લહેરમાં વાલીઓને બાળકોના સ્વાસ્થ્ય માટે યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે ડૉ.પ્રશાંત કારીયા (જાણીતા પ્રીડિયાટ્રીશન) ના “બાળકોના સ્વાસ્થ્યમાં સાવચેતી એ જ સલામતી” ના શીર્ષક હેઠળ વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાલીશ્રીઓએ યોગ્ય માર્ગદર્શન મેળવ્યું હતું.