gajeravidyabhavanguj
ઈન્ડિયન એરફોર્સ ડે – સેમીનાર
આજરોજ શાળામાં ઇન્ડિયન એરફોર્સ ડે સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનાં મુખ્ય મહેમાન શ્રીમતી ડૉ.મીત્શુ ચાવડા તથા સાગરિકા મેડમ હતા. આ કાર્યક્રમમાં ધોરણ 11/12 નાં વિદ્યાર્થીઓને કોન્ફરન્સ હોલમાં એકઠા કરવામાં આવ્યા હતાં. જે એરફોર્સનું મહત્વ અને એરફોર્સમાં કારકિર્દીનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તથા ભારતમાં એરફોર્સનાં સાધન-સામગ્રી વડે સંપૂર્ણ માહિતી વિડીયો ધ્વારા આપવામાં આવી હતી. આ કાર્યક્રમનાં અંતે શાળાનાં સુપરવાઈઝર કિશોરભાઈ જસાણીએ આભારવિધી કરી હતી. આ કાર્યક્રમમાં શાળાનાં શિક્ષકશ્રી રીંકલબેન અને સંદીપભાઈ મદદરૂપ થયા હતા.