top of page
  • Writer's picturegajeravidyabhavanguj

ઈતર પ્રવૃત્તિઓનો જીવન ઘડતરમાં ફાળો.

વિદ્યાર્થી જીવનમાં અભ્યાસ ની સાથે-સાથે ઈતર પ્રવૃત્તિઓનું પણ એટલુ જ મહત્વ છે. આ પ્રવૃતિઓ વિદ્યાર્થીઓના જીવન ઘડતર માં ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે. વિદ્યાર્થીઓ પોતાની અંદર રહેલ કળાઓને બહાર લવવાની એક તક મળે છે. આ કાર્ય કરવામાં શાળા ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે.

આ અનુસંધાને ગજેરા વિદ્યાભવન માં વિદ્યાર્થીઓને ક્લબ એક્ટીવીટી કરાવવામાં આવે છે. આ ક્લબ એક્ટીવીટી માં વિદ્યાર્થીઓ પોતાને મનગમતી ક્લબ પસંદ કરે છે. આ ક્લબ એક્ટીવીટી માં તેઓ ઉત્સાહ થી ભાગ લે છે. ધો ૧ થી ૭ માં આ ક્લબ એક્ટીવીટીઓ જેવી કે આર્ટ, ક્રાફ્ટ , મ્યુઝિક, ડ્રામા, ડાન્સ, ટેકનોલોજી, સાયન્સ, મેથ્સ, બીઝનેસ , ઇવેન્ટ મેનેજમેન્ટ , યોગા, કરાટે, વોલીબોલ, બાસ્કેટબોલ , જીમ્નાસ્ટીક, સ્કેટિંગ દ્વારા વિદ્યાર્થીઓને શારીરિક રીતે મજબૂત બનાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે.

આ એક્ટીવીટીઓમાં વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા સારામાં સારું પ્રવૃતિઓને અનુરૂપ જ્ઞાન સાથે સમજ આપવામાં આવે છે.



497 views0 comments
bottom of page