gajeravidyabhavanguj
ઈકો ફ્રેન્ડલી રંગોળી
ભારતમાં દિવાળી એટલે પ્રકાશ અને ખુશીઓનો સૌથી મોટો તહેવાર. દિવાળીમાં ઘરના અંગને રંગોળી બનાવવાનું અનેરું મહાત્મય છે. રંગોળી એ પ્રાચીન ભારતની સંસ્કૃતિ છે. પુરાણકાળથી હિંદુધર્મમાં રંગોળીનું એક અનેરું મહત્વ રહ્યું છે. જયારે ક્યારેય પણ તહેવારો, ઉત્સવો કે પછી શુભ પ્રસંગો ઘરમાં હોય ત્યારે ઘરનાં આંગણે સુંદર મજાની આકૃતિવાળી રંગોળીઓ પુરવામાં આવે છે, જેનાથી ઘર શોભી ઉઠે છે.
રંગોળીને ‘અલ્પના’ પણ કહેવામાં આવે છે. મોહે- જો – દડો અને હડપ્પા સંસ્કૃતિ માં પણ રંગોળી એટલે કે અલ્પના ના ચિહ્નો મળી આવ્યા છે. અલ્પના વાત્સલ્યાયન ના કામસૂત્ર માં વર્ણવવામાં આવેલી ચોસઠકળા માની એક કળા છે. પુરાણ કાળથી આ કળાને ખુબ જ શુભ માનવામાં આવે છે. અને તેને ઘરની સમૃધ્ધી માટે ઘરના આંગણામાં છેક પુરાણકાળ થી જ બનાવવામાં આવે છે.
દિવાળી પર ઘરના મુખ્ય દ્વાર અને પૂજા સ્થળ પર રંગોળી બનાવવી શુભ માનવામાં આવે છે. વાસ્તુ, જ્યોતિષ મુજબ રંગોળી બનાવવી એ ઘરમાં સુખ અને સમૃદ્ધિ નું પ્રતિક છે. દિવાળીના દિવસે ‘માં લક્ષ્મીજી‘ નું સ્વાગત કરવા માટે ઘરના મુખ્ય દ્વાર પર રંગોળી બનાવવાથી ‘માં લક્ષ્મીજી’ નું સ્વાગત કરવા માટે ઘરના મુખ્ય દ્વાર પર રંગોળી બનાવવાથી ‘માં લક્ષ્મીજી’ પ્રસન્ન થાય છે અને ભક્તો પર કૃપા વરસાવે છે.
‘ઇકો ફ્રેન્ડલી દિવાળી એટલે એવી દિવાળી જે એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ સાથે ફ્રેન્ડલી હોય. દિવાળીને એ રીતે મનાવવી જોઈએ જેથી પર્યાવરણ ને કોઈ નુકસાન ન થાય. આમાં એવા કોઈ પણ કેમિકલ વસ્તુનો ઉપયોગ કરવામાં નથી આવતો જેનાથી પ્રદુષણ ફેલાય અને પર્યાવરણ ને નુકસાન કરે.
‘ઇકો ફ્રેન્ડલી રંગોળી‘ બનાવવા માટે ઓર્ગેનિક રંગોનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે પણ એવા રંગોનો ઉપયોગ કરવો જોઈએ જેમાં કેમિકલ નો ઉપયોગ ના થતો હોય, ફૂલો, વિવિધ ચિત્રો વગેરે થી પણ રંગોળી બનાવવી જોઈએ. રંગોળી વિવિધ રીતોથી બની શકે છે. જેમ કે,
પ્રાકૃતિક રંગોથી રંગોળી:રંગોળી આપણે પ્રાકૃતિક રંગો, ગુલાલ, ફૂલ, અન્ન, કુમકુમ, હળદર વગેરે થી રંગોળી બનાવી શકીએ છીએ.
લોટ ની રંગોળી: આપણે લોટ, ચોખાનો લોટ, કંકુ વગેરે થી ખુબ જ સુંદર રંગોળી બનાવી શકીએ છીએ.
ફૂલોની રંગોળી: જો તમને રંગોળી બનાવવાનો સમય ન હોય તો, તમે સરળતાથી ફૂલોની રંગોળી ની ડિજાઈન બનાવી શકો છો. ગજેરા વિદ્યાભવનમાં પણ ‘ઇકો ફ્રેન્ડલી રંગોળી‘ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ જેમાં ધોરણ-6 અને ધોરણ-7 ના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધેલ અને “પર્યાવરણ બચાઓ”. આ સૂત્ર ને ધ્યાનમાં રાખી રંગોળી બનાવવામાં વેસ્ટ મટીરીયલ નો ઉપયોગ કર્યો હતો. જેમાં ફૂલના પાન, લાકડાનો વહેર, મીઠું, અનાજ , કઠોળ તેમજ સાબુદાણા નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સ્પર્ધાનો મુખ્ય ઉદેશ્ય પર્યાવરણ ને નુકસાન ન થાય અને આપણી પરંપરાગત સંસ્કૃતિના વારસા ને વિદ્યાર્થીઓ જાણે, સમજે અને પ્રાચીન વારસાને રાખે એ છે.