gajeravidyabhavanguj
ઈકો ફ્રેન્ડલી ગણપતિ બનાવવાની સ્પર્ધા .

આજરોજ શ્રીમતી એસ.એચ.ગજેરા માધ્યમિક & ઉચ્ચતર માધ્યમિક શાળા, કતારગામ ખાતે ‘ઈકો ફ્રેન્ડલી ગણપતિ’ બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધો-8 થી 12 ના 37 વિદ્યાર્થીઓએ ‘,મધર નેચર’ થીમ પર સુંદર સુશોભન ધ્વારા માટીની ગણપતિ મૂર્તિઓ બનાવી હતી.
સમગ્ર વિદ્યાર્થીઓ તથા શાળાના શિક્ષકશ્રી કલ્પનાબેન બ્રહ્મભટ્ટ ધ્વારા ખુબ જ સુંદર ગણેશજીની મૂર્તિ બનાવી શાળાના આચાર્યશ્રી ભાવેશભાઈ ઘેલાણી અને સુપરવાઈઝર શ્રીમતી ધારાબેન અને કિશોરભાઈ ધ્વારા ગણપતિની સ્થાપના પૂજા અને આરતી કરવામાં આવેલ હતી. સમગ્ર સ્પર્ધાનું આયોજન દિનેશભાઈ રાઠોડ, કલ્પનાબેન બ્રહ્મભટ્ટ ધ્વારા કરવામાં આવેલ હતું આ સ્પર્ધાની રૂપરેખા શાળાના આચાર્યશ્રી ભાવેશભાઈ અને સુપરવાઈઝશ્રી ધારાબેન તથા કિશોરભાઈનો સહકાર પ્રાપ્ત થયો હતો.