gajeravidyabhavanguj
આંતરશાળા વકતૃત્વ સ્પર્ધા
Updated: Dec 8, 2021
ગાજી હતી આ ગુજરાતે, વજ્જરવાણી સરદારની
નિર્ભય સિંહ સમી એ છાતી,બુલંદ જોમભરી ઉભરાતી,
શોર્યવંતી તીખી ને, તાતી જેમ ધાર હોય તલવારની
બારડોલી તે રહેતું ડોલી, હાલક ડોલક હૈદરાબાદ,
તેજ ભરેલા ઊડે તિખારા , ટકરાયે જાણે પોલાદ,
ફરે નજર ત્યાં , જાય શમી રંજાડો રણકારની
એ શબ્દોનાં તીર વછુટયા, સહુ જુનવાણી તખ્તો તૂટ્યાં,
એની ફુંકે રાજ ઉડ્યાં , ભૂપતિઓનાં તાજ ઉડ્યાં,
એક થયો ભારત ,એ પ્રતીતિ લોખંડી નીરધારની.
શુર બનો બહાદુર બનો, ખંખેરો મનની ભીતિ,
નહિ સામર્થ્ય વિના સંપતિ,ભય વિના નહિ પ્રીતિ,

સરદાર પટેલ જયંતિ નિમિત્તે બ્રિલીયન્ટ હાઇસ્કૂલ’ અને લાયન્સ ક્લબ ઓફ સુરત ક્રિસ્ટલ દ્વારા ડભોલી ખાતે એક આંતરશાળા વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આંતરશાળા વકતૃત્વ સ્પર્ધામાં કુલ 15 જેટલી શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં શ્રીમતી એસ.એચ. ગજેરા વિદ્યાભવન, કતારગામ પ્રાથમિક વિભાગમાંથી ધો-6 અને 7 ના કુલ 4 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ધોરણ -6 માંથી ડાવરા દેવાંશી રાજેશભાઈ (ધો.6/B) પ્રથમ ક્રમ, ધામેલિયા મંત્ર સંજયભાઈ (ધો.6/E) દ્રિતીય ક્રમ તેમજ ધોરણ-7 માંથી વાઘાણીકક્ષ લાલજીભાઈ (ધો.7/E) દ્રિતીય ક્રમ, શંકર રાધી જયસુખભાઇ (ધો.7/G) તૃતીય ક્રમ પ્રાપ્ત કરી ગજેરા શાળા પરિવારને ગૌરવ અપાવ્યું હતું. કાર્યક્રમના અંતે વિજેતા થયેલા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર, ટ્રોફી અને સ્મૃતિભેટ આપી એમનું સન્માનકરવામાં આવ્યું હતું.