top of page
  • Writer's picturegajeravidyabhavanguj

આવ્યો અષાઢી મેહુલો...

ભારત ઋતુઓનો દેશ છે. કારતક થી આસો બાર મહિના વિવિધ ઋતુઓ સાથે માનવ હૈયા પણ મલકાય છે. ઋતુ કલ્પનો વૈભવ જ આપણું જીવન છે પ્રકૃતિનું સૌંદર્ય દરેક ઋતુમાં જુદો મિજાજ જ પ્રતિત કરે અને પ્રકૃતિ જ સ્વયં પ્રેમનું પ્રતીક છે. પાણી, વૃક્ષો, પહાડો, જંગલોનું કુદરતી વાતાવરણ આપણને સૌને ગમે છે આપણો ઋતુઓનો દેશ છે.

મહાન કવિ રવિન્દ્રનાથ ટાગોરે તેના ગીતાંજલી મહાકાવ્યમાં જણાવ્યું છે કે,

“ઇન્દ્ર તણી નભ ધેનુસરખી, જળ ભર વાદળીઓ શીલ ઝૂકી,

શીતળ ભીનો પવન શરૂ કર્યો,

વાદળ માં વીજ ઝબૂકે ક્ષિતિજ માં અંબર ગગડયો ,

ધન ગગન અષાઢી ઘોર ચડ્યો”

કુદરતે આપણે ઋતુઓની રમ્ય વિવિધતા બક્ષી છે શિયાળો, ઉનાળો અને ચોમાસુ એ ત્રણ મુખ્ય ઋતુઓ છે અને હેમંત, શિશિર, વસંત ગ્રીષ્મ વર્ષા અને શરદ આ છ પેટા ઋતુઓ છે. પ્રત્યેક ઋતુના તેના આગવા રંગરૂપ અને સૌંદર્ય હોય છે.

વર્ષાઋતુને બધી જ ઋતુઓની રાણી કહેવામાં આવે છે પૃથ્વીનો મનમોહક અને અલૌકિક સ્વરૂપ જોઈને વાદળો તેની તરફ આકર્ષાય છે અને પ્રેમવશની જેમ નતમસ્તક થઈ જાય છે અને ખુશ થઈને પોતાનો અનાધાર પ્રેમ વરસાવે છે. જેમ જેમ પૃથ્વી ઉપર વરસાદના ટીપા પડવા લાગે છે ત્યારે પૃથ્વીમાંથી અદભુત સુગંધ આવવા લાગે છે. વૃક્ષોમાં નવજીવન આવે છે અને તેઓ લીલાછમ બને છે જાણે ધરતી લીલી ઓઢણી ઓઢી નવ વધુ બની હોય અને પક્ષીઓ કલરવ કરવાનું શરૂ કરે છે. આમ, વરસાદના આગમન સાથે જ વાતાવરણપલટાય જાય છે.

છેવટે, વરસાદની મોસમ દરેકને ખૂબ ગમતી હોય છે પણ મેઘધનુષની રંગોળી પુરાઈ છે, પ્રકૃતિનો આશીર્વાદ પામીને ખેડૂત ખુશ થઈને હાથ જોડી પોતાના ખેતરમાં નીકળી પડે છે. પ્રકૃતિ તેના મહેનતનું ફળ પણ કરી આપે છે. ભારત દેશ ખેતીપ્રધાન દેશ હોવાથી દેશની 80% વસ્તી ખેતી ઉપર નિર્ભર છે. વરસાદ તો ઈશ્વરનું વરદાન છે, ધરતી પર જાણે સ્વર્ગ ઉતરી આવ્યું હોય તેવા દ્રશ્યો આપણને વિવિધ જગ્યાએ જોવા મળે છે.

"કાગળની હોડી મારી મૂકી જળ તરતી,

હું બેઠો ને ચાલી ગઈ કેમ ના પાછી ફરતી?"

આમ વર્ષાઋતુ સૌના જીવનમાં મુખ્ય આધાર છે, સાચી રીતે વર્ષાઋતુ અન્નપૂર્ણા છે.

બાળકોને વરસાદ ઋતુનું મહત્વ સમજાય એ હેતુથી અમારા બાલભવનમાં Rainy Day ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકોને ઋતુચક્રની સમજ આપી. ચોમાસાની ઋતુમાં થતા ફળ-શાકભાજી અને ખાદ્ય પદાર્થો વિશે માહિતી આપી હતી. વરસાદને લગતી વિવિધ એક્ટિવિટી પણ કરાવવામાં આવી હતી. નાટ્ય કૃતિ દ્વારા બાળકોને વરસાદનું મહત્વ સમજાવ્યું. બાળકોએ પણ છત્રી અને રેઇનકોટ પહેરીને વર્ષા ગીત ઉપર ડાન્સ કરી વરસાદની મજા માણી.

224 views0 comments
bottom of page