top of page
  • Writer's picturegajeravidyabhavanguj

આવો આપણા પ્રિયજન એવા જગતને વૃક્ષની ભેટ આપીએ.



"ખેચી વાદળી અહી કોણ લાવશે,

પાણી વિના જીવન કેમ ચાલશે,

આધુનિકતા થી કેટલું ચાલશે,

વૃક્ષ વિના જીવન કેમ દોડશે"

સમગ્ર જીવસૃષ્ટિનું સર્જન પર્યાવરણ માંથી થયું છે. આપણે સૌ પર્યાવરણનો જ એક ભાગ છીએ. મનુષ્ય જન્મે ત્યારથી પર્યાવરણ સાથે તેનો નાતો રહેલો છે. મનુષ્ય દેહ જળ, વાયુ, પૃથ્વી, આકાશ અને અગિન એમ પાંચ તત્વોનો બનેલો છે. આથી કહી શકાય કે પર્યાવરણ છે તો જીવન છે.

પર્યાવરણને કારણે જ જીવ-જંતુઓ, પ્રાણીઓ અને માનવજીવન શક્ય બન્યું છે.પર્યાવરણનું જતન કરવા માટે દરેક વ્યક્તિએ તેમનું યોગદાન આપવું જોઈએ. પ્રકૃતિ વગર આ ધરતી પર કોઈપણ જીવ-જંતુ કે માનવ જીવનની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. પ્રકૃતિમાં થોડો પણ ફેરફાર માનવ જીવનના અસ્તિત્વ માટે મોટો ખતરો બની જાય છે. તેમ છતાં પણ આજે માણસ જ પર્યાવરણને નુકશાન પહોંચાડવામાં સૌથી આગળ છે.

“વૃક્ષ ધરતીનું આભુષણ છે ને અલંકાર જિંદગીનો...!,

હજુ વખત છે, બચાવી લઈએ... કુદરતી સંપત્તિઓને...!!”

જીવસૃષ્ટિનું સર્જન થયું ત્યારથી જ માનવીએ માનવ જીવનના દરેક તબક્કે પોતાના નિભાવ માટે અને એશો આરામ માટે કોઈને કોઈ રીતે પ્રકૃતિના તત્વોનો ઉપભોગ કર્યો છે. ધીમે-ધીમે માનવી એ પ્રકૃતિના તત્વોનો એટલો ઉપભોગ કર્યો છે કે માનવી ઝાડ-પાનના જંગલો માંથી સીધો સિમેન્ટ-કોક્રિટના જંગલોમાં આવીને ફસાઈ ગયો છે.

પ્લાસ્ટિકનો વધુ પડતો ઉપયોગ પર્યાવરણને નુકશાન પહોંચાડે છે.

વૃક્ષોની અછતને લઈને આજે વાતાવરણમાં તાપમાનનું પ્રમાણ ઉત્તરોતર વધુ રહ્યું છે. આજે આપણે જળ, જમીન, પેટ્રોલીયમ, પદાર્થો, ઊર્જા, ખનીજતેલ વગેરેનો વપરાશ જરૂર કરતાં વધુ કરીએ છીએ તેથી પર્યાવરણના તત્વો વચ્ચે સમતુલા ખોળવાઈ ગઈ છે અને આપણે ધરતીકંપ, સુનામી જેવી કુદરતી આપતીઓનો સામનો કરવો પડે છે.

"વૃક્ષ, પાની ઔર શુદ્ધ હવા જીવન જીને કી અનમોલ દવા"

આથી જ માનવી પ્રકૃત્તિ પ્રત્યેની જવાબદારીઓ અને જવાબદારીઓ પ્રત્યે જાગૃત થાય તે હેતુથી દરવર્ષે ૫ મી જૂનનો દિવસ વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

બાળકો અત્યારથી પર્યાવરણ પ્રત્યે જાગૃત થાય એ માટે અમારા બાલભવનમાં પણ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી તેમાં બાળકોએ પોતાના ઘરમાં જ બનાવેલા ગાર્ડનની માવજત કરવાનો ભગીરથ પ્રયાસ આદર્યો હતો સાથે જ પોતાની કાલીઘેલી ભાષામાં પર્યાવરણ બચાવવાનો ખુબ જ સુંદર સંદેશ આપ્યો હતો. આવો બાળકોનો ભગીરથ પ્રયાસમાં જોડાય પર્યાવરણને બચાવવા માટે સહભાગી બનીએ.

"પર્યાવરણની કરીએ રક્ષા,

પૃથ્વીની થશે સુરક્ષા"

259 views0 comments
bottom of page