gajeravidyabhavanguj
આઝાદી અમૃત મહોત્સવ

આજ રોજ કતારગામ ખાતે આવેલ ગજેરા વિદ્યાભવનમાં ગુજરાતી માધ્યમમાં 75 મો અમૃત મહોત્સવ સ્વરૂપે દેશભક્તિને પ્રદર્શિત કરતી એક પાત્રીય અભિનય સ્પર્ધા તેમજ હર ઘર તિરંગા મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી. દેશભક્તિ એક પાત્રીય અભિનય સ્પર્ધાની ઉજવણી શાનદાર કરવામાં આવી હતી. શાળાનાં આચાર્યશ્રી ડો.ભાવેશભાઈ ઘેલાણીની આગેવાની હેઠળ તેમજ શાળાનાં સુપરવાઈઝરશ્રી ધારાબહેન ગજેરા તેમજ કિશોરભાઈ જસાણીની માર્ગદર્શન હેઠળ ઉપરોક્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 9 નાં બાળકોએ ગાંધીજી, ચંદ્રશેખર આઝાદ, સુભાષચંદ્ર બોઝ, જવાહરલાલ નહેરુ, ઉધમસિહ, કવિ નર્મદ, વિધાપતિ કોલ, નથુરામ ગોડસે, મધર ટેરેસા, લાલ લજપતરાય, બાળ ગંગાધર ટીળક, જેવા પહેરવેશો પહેરીને તેમની આગવી છટામાં રજૂઆત કરી હતી. ઓડીયન્સમાં બેઠેલા વિધાર્થીઓએ આ કાર્યક્રમ મન ભરીને માણ્યો હતો. આ ગૌરવશાળી અભિયાનની પ્રતીતિ કરાવતા કેટલાય દ્રશ્યો આઝાદીના અમૃત મહોત્સવના સંભારણા બની ઝળહળી રહ્યા હતા. ત્યારે દેશની આન, બાન અને શાનના પ્રતિક સમો તિરંગો ધ્વજ વિદ્યાર્થીઓના હાથમાં લહેરાઈ રહ્યો હતો. હાલ સમગ્ર શાળામાં હર ઘર તિરંગા મહોત્સવની ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓમાં ઉજવણીનો અનેરો આનંદ દેખાઈ રહ્યો છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશભરમાં આગામી 13 થી 15 ઓગષ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન શરૂ કરાયું છે. આ વિદ્યાર્થીઓને તૈયાર કરનારા શાળાના શિક્ષકો અને ભાગ લેનાર વિદ્યાર્થીઓનો શાળાના આચાર્યશ્રી દ્વારા આભાર માનવામાં આવ્યો હતો. આ અમૃત મહોત્સવ શાળા પરિવાર માટે ખૂબ યાદગાર બની રહ્યો હતો.