gajeravidyabhavanguj
"આજના આધુનિક જીવનમાં બાગાયત ખેતીનું મહત્વ "
Updated: Mar 24, 2022
“દરેક વ્યક્તિ કે દિલ મે બસી હૈ પ્રકૃતિ
જરૂર હૈ ઉસે પનપને કે લિએ પેડ પૌધે કી”
માનવીની મુખ્ય જરૂરિયાતો છે હવા, પાણી અને ખોરાક. હવા અને પાણી કુદરતી રીતે પ્રાપ્ત થાય છે પરંતુ ખોરાક માટે થોડી મહેનત કરવી પડે તેમ છે. આમ ખોરાકની જરૂરિયાત એ માનવ જીવન માટે સૌથી મહત્વની જરૂરિયાત છે. તે આપણે સૌ જાણીએ છીએ. પરંતુ તેની ઉત્પત્તિ તરફ આપણું ધ્યાન ક્યારેય જતું નથી. ઘણીવાર એવું લાગે છે કે આપણે રોજિંદા જીવનમાં શાકભાજી,ફળો કે મરી- મસાલાનો ઉપયોગ કરીએ છીએ તે ખરેખર શુદ્ધ અને સાત્વિક છે?
આપણે કોઈપણ ફળ, ફૂલ કે શાકભાજીને જોઈએ છે તો તે દેખાવમાં ખૂબ જ શુદ્ધ, સ્વચ્છ અને પૌષ્ટિક લાગે છે પરંતુ અંદરથી તે વધુ શુદ્ધ અને ગુણવત્તાવાળી કે પૌષ્ટિક છે. તેની ખાતરી કરવી ખૂબ જ મહત્વની છે. તો તેને સંબંધિત આપણી શાળા ગજેરા વિદ્યાભવનમાં અર્બન હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ, બાગાયત વિભાગ દ્વારા આયોજિત એક દિવસીય તાલીમ નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ગજેરા શાળાપરિવારસભ્યો ની સાથે સાથે વાલીશ્રી એ પણ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. જેના અનુસંધાનમાં સુરત બાગાયત વિભાગ દ્વારા આયોજિત આ સેમિનારમાં કિચન ગાર્ડન, ટેરેસ ગાર્ડન, કેનીન વગેરેની એક દિવસીય તાલીમની સાથે સાથે કોઈપણ છોડને ઉગાડવા માટે કેવા પ્રકારના બીજ જોઈએ? કેવા પ્રકારના કુંડા જોઈએ?તેમાં વાવ્યા પછી તેમાંકેટલુ પાણી અને ખાતર નું પ્રમાણ રાખવું જોઈએ તેની માહિતીઆપી હતી. આ ઉપરાંત કયા કયા મહિનામાં વાવવા જેથી વધુ ઉત્તમ પાક મેળવી શકીએ તેની પણ ઉત્તમ સમજ આપી હતી. આ સેમિનાર દરમિયાન પ્રેક્ટીકલ સમજ પણ અનુભવી અને તજજ્ઞો દ્વારા આપવામાં આવી હતી. આ સેમિનાર ના અંતમાં સેમિનારમાં ઉપસ્થિત તમામ સભ્યોને વિવિધ પ્રકારના પ્લાન્ટ અને સર્ટિફિકેટ આપીને સન્માનિત કર્યા હતા સાથે સાથે કિચન ગાર્ડન, ટેરેસ ગાર્ડન વગેરે પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહન આપવા ઉત્સાહ વધાર્યો હતો.
“ચાહે કોઈ ભી બીજ બોલો અપને ગાર્ડન મેં,
ઉસસે ફસલ ઉગતી હૈ પ્યાર ઔર ખુશીયો કી”.