top of page
  • Writer's picturegajeravidyabhavanguj

આજથી ધો-9 થી 12 નાં વિદ્યાર્થીઓનું ઓફલાઈન શિક્ષણ શરૂ.


નવું શૈક્ષણિક વર્ષ 2021-22 જૂનથી શરૂ થઈ ગયું છે બાળકો છેલ્લા બે માસથી ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યાં છે શિક્ષકો પણ અવનવી પધ્ધતિઓ અપનાવીને સારામાં સારું શિક્ષણ મળી રહે તેવા પ્રયત્નો કરી રહ્યાં છે હવે જયારે ગુજરાત સરકાર ધ્વારા ધો-9 થી 12 નાં વિદ્યાર્થીઓને શાળાએ આવીને પ્રત્યક્ષ શિક્ષણ મેળવવાની છૂટ મળી છે ત્યારે આપને પણ આ નિર્ણયને આવકારીએ અને બાળકો પૂરતી કાળજી રાખવાની સલાહ સાથે શાળાએ મોકલીએ. બાળકો પણ ઘણાં સમયથી શાળામાં પ્રત્યક્ષ આવીને ભણવા માટે ઘણાં આતુર હતાં તે ઘડી આવી ગઈ છે ત્યારે ચાલો આપણે સૌ સાથે મળીને બાળકને સારામાં સારું શિક્ષણકાર્ય કરાવીએ અને બાળકોનું ભાવી ઉજ્જવળ બનાવીએ.

શાળામાં પ્રત્યક્ષ શિક્ષણની શરૂઆત આજ રોજથી થઈ છે. સાથે સાથે બાળકોની યુનિટ ટેસ્ટનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખુબ જ ઉત્સાહપૂર્વક કસોટી પણ અપાશે. બાળકો આ પ્રત્યક્ષ શિક્ષણનો લાભ મહત્તમ ઉઠાવે તથા શાળાકીય પ્રવૃતિઓમાં પોતાનું યોગદાન આપે. નવા નવા પ્રોજેક્ટો તથા પ્રોજેક્ટો તથા એક્ટીવીટીમાં ભાગ લેતા થાય અને બાળકોનો સર્વાંગી વિકાસ થાય તેવા પ્રયત્નો શાળા ધ્વારા કરવામાં આવશે તેમાં અચૂક ભાગ લેજો. બાળક શાળાએ આવે ત્યારે સંપૂર્ણ યુનિફોર્મમાં અને સ્વયં શિસ્ત સાથે કોવિડ-19 ની ગાઈડલાઈનનું પાલન કરે તે જરૂરી છે.

દરેક બાળકોને આજથી શરૂ થતાં પ્રત્યક્ષ શિક્ષણકાર્યમાં ગજેરા વિદ્યાભવન શાળા પરિવાર સૌ વિદ્યાર્થીઓને આવકારે છે તથા બાળકો માટે શક્ય હોય તેટલા તમામ પ્રયત્નો કરવા તૈયાર છે તો મોટરો તેનો મહત્તમ લાભ ઉઠાવીને શિક્ષણકાર્યમાં જોડાઈ જાવ અને પોતાનાં તમામ વિષયોનું ઊંડું જ્ઞાન પ્રાપ્ત કરો અને પોતાની આગવી ઓળખ ઉભી કરો તેવી જ અભ્યર્થના.

144 views0 comments
bottom of page