top of page
  • Writer's picturegajeravidyabhavanguj

આકાશમાં પતંગોનો મહોત્સવ એટલે ઉત્તરાયણ

"તનમાં મસ્તી મનમાં ઉમંગ,

ચાલો બધા એક સંઘ, ઉડાવીએ પતંગ....”

દરેક તહેવારનું એક આગવું મહત્વ છે. દરેક તહેવાર પોતાનામાં અનેક રહસ્ય છુપાવીને આવે છે. જેમ કે જ્ઞાન, વિજ્ઞાન, કુદરત, સ્વાસ્થ અને આયુર્વેદિકથી જોડાયેલી દરેક બાબત.

"સૂર્યનું મકર રાશિ તરફ થતું પ્રયાણ એટલે મકરસંક્રાંતિ"

ઉતરાયણને મકરસંક્રાંતિ ના નામથી પણ ઓળખવામાં આવે છે. સૂર્ય જ્યારે એક રાશિમાંથી બીજી રાશિમાં સ્થળાંતર કરે છે તે પ્રક્રિયાને સંક્રાંતિ કહે છે. સૂર્યની ધનુરાશિ માંથી મકર રાશિમાં સ્થળાંતર કરવાની પ્રક્રિયાની મકરસંક્રાંતિ કહે છે જે ૧૪ જાન્યુઆરીની આસપાસ નો સમય હોય છે. ઉતરાયણ એ ભારતનો કુષક તહેવાર છે. ભારત અને એશિયાના અન્ય દેશોમાં પણ આ દિવસને પાકની લણણી સાથે જોડવામાં આવ્યો છે. આ એક હરી મળીને સંયુક્ત રીતે આનંદ માણવાનો તહેવાર છે.

મકરસંક્રાંતિનો આ તહેવાર બધા રાજ્યોમાં અલગ અલગ નામથી મનાવવામાં આવે છે. પંજાબ હરિયાણામાં લોહરી, આસામમાં બીહુ, તમિલનાડુમાં પોંગલ તેમજ આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશમાં આ તહેવારને મકરસંક્રાંતિ અને ગુજરાતમાં તેને ઉતરાયણ તરીકે ઉજવવામાં આવે છે. આજે ઉતરાયણનો પર્યાય પતંગ બની ગયો છે, પણ પતંગનો ઇતિહાસ ખૂબ જ ઝીણો છે. કહેવાય છે કે ઉતરાયણની શરૂઆત આશરે ૩૦૦૦ વર્ષ પહેલા થઈ હશે. પતંગની શોધ કટોકટી, યુદ્ધ કે સંશોધન માટે કરાઈ હતી પરંતુ આજે પતંગ મનોરંજન નું સાધન બની ગયું છે.

દરેક પતંગ ના આકાર જુદા જુદા હોય છે. તેના રંગ તેના આકાર અને તેની પૂંછડી ના આધારે તેમના નામકરણ કરવામાં આવે છે. ઉતરાયણના દિવસે રંગબેરંગી પતંગો આકાશમાં ચગાવીને સૂર્યદેવતાનું સ્વાગત કરવામાં આવે છે. પરોઢિયાના એ પહેલા પ્રહરનો નજારો જોતા એવું લાગે કે જાણે સૂરજના સ્વાગતમાં બાળકોએ આકાશમાં ફૂલોનો વરસાદ વરસાવ્યો હોય. આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં પતંગોત્સવનો કાર્યક્રમ પણ ઉજવવામાં આવે છે. જેમાં દેશ-વિદેશના પતંગ રસીકો ભાગ લે છે.

ઉતરાયણ માત્ર આનંદ નહીં પરંતુ પુણ્યનું ભાથું બાંધી લેવાનો અનોખો અવસર છે. આ દિવસે ભગવાન સૂર્યની ઉપાસના કરવામાં આવે છે. તેની સાથે જ સ્નાન અને દાન કરવાનું વિશેષ મહત્વ છે. તેવું માનવામાં આવે છે કે મહાભારતકાળમાં મકરસંક્રાંતિના દિવસે જ દેહ છોડવાનું પસંદ કર્યું હતું આમ ઉતરાયણનો દિવસ "ભીષ્મદેહોત્સવ" પર્વ તરીકે પણ ઉજવવામાં આવે છે.

"ચીકી ની ખુશ્બુ, લડુકી બહાર,

ઉતરાયણ કા ત્યોહાર આને કો તૈયાર,

થોડી સી મસ્તી, થોડા સા પ્યાર

મુબારક હો આપકો સંક્રાંતિ કા ત્યોહાર"

તલના લાડુ, ઉંધીયુ, શેરડી વગર ઉતરાયણ નો તહેવાર અધુરો ગણાય છે. પણ આજે માનવીની હરીફાઈ કરવાની ઘેલછા બેજુબાન પક્ષીઓ અને મનુષ્ય માટે જીવલેણ સાબિત થાય છે. ચાઈનીઝ, સેન્થેટિક, કાચના માંજાવાળી દોરીથી પક્ષીઓની પાંખ અને મનુષ્યના ગળા પણ કપાઈ જાય છે.

તહેવારની નિર્દોષતા જળવાય અને બાળકો સાવધાની પૂર્વક તહેરવાની મજા માણી શકે તે માટે અમારા બાલભવનમાં ઉતરાયણ ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં એક્ટિવિટીના ભાગરૂપે બાળકો એ બલૂન ડેકોરેશન કર્યુ અને પતંગના ચિત્રમાં રંગ પૂર્યો ઉત્તરાયણમાં બાળકોએ શું કાળજી લેવી તેની સમજ શિક્ષકો દ્વારા નાટયકૃતિ દ્વારા આપવામાં આવી. જુદા જુદા રાજ્યોમાં થતી ઉજવણીઓની પ્રત્યક્ષ ઝાંખી કરાવી તેની સાથે જ બાળકોએ ખૂબ સુંદર ડાન્સ કર્યો અને પોતાના મિત્ર સાથે લાડુ અને ચીકી ખાવાની ખૂબ મજા માણી.
301 views0 comments
bottom of page