gajeravidyabhavanguj
અંકુરિત થયેલ વસંત એટલે આનંદ,ખુશી અને ભક્તિ નો સમન્વય ("હોળી" )
ભારત તહેવારોનો દેશ છે. જેમાં “હોળી- જેને રંગોનો તહેવાર કહેવામાં આવે છે” . હોળી ને દોલયાત્રા કે વસંતોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તહેવારનો પ્રથમ દિવસ હોળી અને બિજો દિવસ ધુળેટી તરીકે ઓળખાય છે. હોળીનો તહેવાર “ફાગણ માસની પૂનમને દિવસે” ઉજવવામાં આવે છે. હોળીનો તહેવાર અધર્મ સામે ધર્મનો વિજય તરીકે ઉજવાય છે.
હોળી હિરણ્યકશ્યપ નામના રાક્ષસ સામે તેમના પુત્ર પ્રહલાદ ની જીતની ખુશીમાં ઊજવાય છે. હોળી નું ધાર્મિક મહત્વ છે જ પણ પ્રહલાદ જેવી શ્રદ્ધા અને ઈશ્વર નો ભરોસો હોય તો ભગવાન ક્યાં નથી? શ્રદ્ધા વગર ભક્તિ સંભવ જ નથી. પ્રહલાદને ભગવાનની ભક્તિથી વિમુખ કરવાના હેતુથી તેમના પિતાએ પોતાની બહેન હોલિકાને મદદ માગી જેની પાસે વરદાન હતું કે અગ્નિ તેના શરીરની સળગાવી નહિ શકે. ભક્ત પ્રહલાદને મારવાનાં ઉદેશથી હોલિકાએ તેના પોતાના ખોળામાં લઈને અગ્નિમાં બેસી ગઈ અને અગ્નિમાં પ્રહલાદના શરીરને કોઈ પણ નુકસાન થયું નહીં. આમ, અધર્મ પર ધર્મનો વિજય થયો.
હોળીનાં બિજા દિવસે ધુળેટી ઉજવવામાં આવે છે. આ તહેવાર “રંગોનો તહેવાર” એટલે જ કહેવાય છે કે આ દિવસે સવારથી સૌ કોઇ નાના- મોટા એકબીજા પર અબીલ-ગુલાલ તેમજ કેસુડા ના રંગ છાંટી પોતાનો ઉત્સાહ અને આનંદ વ્યક્ત કરે છે. જો કે હવેનાં સમયમાં ક્યાંક -ક્યાંક રસાયણિક રંગોનો ઉપયોગ પણ કરાય છે જેનો ઉપયોગ બને તેટલો ટાળવો હિતાવહ છે.
એ જ હેતુથી શિક્ષણની સાથે - સાથે વિદ્યાર્થીઓમાં ધાર્મિક ભાવના કેળવાય અને રંગોની માહિતી મેળવી શકે તે માટે ‘ગજેરા વિદ્યાભવન’ માં ધોરણ-૧ અને ધોરણ-૨ ના નાના ભૂલકાઓ પાસે રંગો ની ઉજવણી કરાવવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ પાસે હાથ કામ અને આંગળી છાપકામ દ્વારા પંખીઓ,પ્રાણીઓ,ઝાડ અને ફળનો છાપકામ કરાવી રંગોનું મહત્વ સમજાવ્યું હતું. હાથ પગ વડે વિવિધ ચિત્રો કેવી રીતે બને તેની માહિતી વિદ્યાર્થીઓને આપી.
આમ ,રંગ પર્વ હોળી એ આપણને સૌને જાત,ધર્મ,વર્ગ અને લિંગ વગેરેથી ઉપર ઉઠીને પ્રેમ, સ્નેહ અને શાંતિના રંગોને ફેલાવવાનો સંદેશ આપે છે.
“હંમેશા મીઠી રહે તમારી બોલી
ખુશીઓથી ભરાઈ જાય જોલી
તમને સૌને હોળીની શુભકામના !”