gajeravidyabhavanguj
અભ્યાસલક્ષી ત્રીધ્રુવીય પરિમાણ

વિદ્યાર્થીના જીવન ઘડતરમાં ફક્ત શિક્ષકો જ નહીં પરંતુ વાલી પણ એટલો જ મહત્વનો ફાળો આપી શકે છે. હવે શિક્ષણ માત્ર સંતાનનું નહીં પરંતુ કુટુંબનું કાર્યક્ષેત્ર બન્યું છે. અને તે માટે શિક્ષક અને વાલી વચ્ચેનો સંવાદ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. વાલી સાથેના નિયમિત સંપર્કથી શિક્ષક બાળકોની જરૂરિયાતો અને ટેવો બાબતે જાણી શકે છે. જે બાળકના શિક્ષણના પ્રશ્નોને ઉકેલવામાં મદદરૂપ બને છે. શિક્ષક અને વાલી બંનેના કેન્દ્રમાં વિદ્યાર્થી છે, જેનાં સર્વાંગી વિકાસની જવાબદારી શિક્ષક અને વાલી બંને પર રહેલી છે.
“વાલીશ્રી! સંતાનોના ભણતરમાં સહભાગી બનો”
શાળામાં વાલી મિટિંગ રાખવાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીના ઉત્તમ ચારિત્ર્યનું ઘડતર કરવા માટે તેનામાં નિષ્ઠા, પ્રામાણિકતા, માનવતા, નિર્ભયતાનાં ગુણો વિકસે એ માટે એક શિક્ષક જ નહીં પરંતુ વાલી અને વિદ્યાર્થીઓ સક્રિયપણે સહિયારા પ્રયાસો કરે તે છે.
વિદ્યાર્થી અભ્યાસની સાથે સાથે અન્ય પ્રવૃત્તિઓમાં રસ ધરાવે છે, તેનો સર્વાંગી વિકાસ થાય એવી બાબતોનું ધ્યાન રાખવા માટે વાલીશ્રી અને શિક્ષક વચ્ચે સહ-સંબંધ હોવો જરૂરી છે. જે વાલીશ્રી વિદ્યાર્થી અને શિક્ષકોના સંપર્કથી શક્ય બને છે.
વાલીશ્રી પોતાના બાળકના અભ્યાસથી અને બાળકોના વિવિધ કૌશલ્યથી માહિતગાર થયા તે હેતુથી તારીખ:૩૧/૧૨/૨૦૨૨ને શનિવારના રોજ ગજેરા વિદ્યાભવનમાં વાલી મિટિંગનો આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાલીશ્રીઓનો પૂરો સહકાર આપ્યો હતો, તે બદલ શાળા પરિવાર વાલીશ્રીઓનો આભાર વ્યક્ત કરે છે.
"એક સારો શિક્ષક પોતાના પ્રભાવથી જ વિધાર્થીને બચાવે છે."